આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે ગુનાહિત ઇતિહાસ અને ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો સામે કડક હાથે કામ લેવા સરકાર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે ધોરાજી તાલુકાના સુપેડી ગામ પાસે આવેલ રાઈ ધરાના પુલ પાસે રહેતા શખ્સ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ઓડેદરા અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી વિક્રમસિંહ જેઠવાએ ગતરોજ ધોરાજી તાલુકાના સુપેડી ગામ પાસે આવેલ રાઈ ધરાના પુલ નજીક રહેતાં અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમ દેશુરભાઈ નથુભાઈ ભીંટ રબારી (ઉ.વ. ૪૧)ને જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ મુજબ ઝડપી લઇ પાસા સંબધિત કાર્યવાહી કરી ભુજ ખાતે જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પાસા હેઠળ ઝડપાયેલ શખ્સ સામે સાતેક જેટલા ગુનાઓ દાખલ થયેલા હતા.