અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં આવેલા સવાનાહ શહેરમાં આશરે બાવન એકર જમીનમાં જીય્ફઁ ગુરુકુલમાં બિરાજતા દેવોના પંચમ પાટોત્સવ નિમિત્તે પંચદિનાત્મક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે માનસરોવરનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું. માનસરોવરના આ પૂજન માટે ભારતથી એક હજાર તીર્થોનું જળ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ તીર્થજળથી ભરેલા કળશોની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહેનો અને ભાવિક ભક્તોનો વિશાળ સમુદાય જોડાયો હતો. આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, આજથી આ સરોવર સાચા અર્થમાં માનસરોવર બન્યું છે. આ સરોવરના જળને માથે ચડાવવાથી સર્વ તીર્થોના સ્નાનનું ફળ પ્રાપ્ત થશે. આ અવસરે કળશયાત્રાનો લાભ લેવા માટે જ્યોર્જિયાના સવાના, સ્ટેટબોરો, હેન્સવિલ, રીચમંડ, રીંકન, બ્રુન્સવીક વગેરે વિવિધ વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. માનસરોવરના દિવ્ય પૂજન બાદ સર્વે ભક્તજનોએ હનુમાન ચાલીસા, આરતી, સ્તુતિ કરીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.