લીલીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.આર.ગોહીલની સૂચના અને માર્ગદર્શન હેઠળ લીલીયા પોલીસ ટીમે નાના લીલીયા ચોકડીથી શેઢાવદર જતાં રસ્તામાં આવતાં બ્રિજ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ બનાવટના અગ્નિશસ્ત્ર (દેશી બંદૂક) સાથે ઈસમને ઝડપી પાડ્‌યો હતો. લોકા ગામે રહેતા યુસુફભાઈ કાસમભાઈ સૈયદ (ઉ.વ.૫૦) સામે આર્મ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને ૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશના પીએસઆઈ એસ.આર.ગોહીલ તથા લીલીયા પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.