અમરેલી જિલ્લાના ધારી ખાતે વકીલાત કરી પોતાનું ગુજરાન ચલાવતા એવા સિનિયર એડવોકેટ સૂર્યકાન્ત વિસાણી તેમના દીકરી અને પરિવાર સાથે કાયદા વિરુદ્ધ માથાકૂટ અને મારકૂટ કરીને કાયદો હાથમાં લઇને વકીલનું અપમાન કરી ‘ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે’ની નીતિ રાખી વકીલ સામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરતા વકીલોની ગરિમાને ઠેસ પહોંચતા અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડિયામાં વકીલ મંડળ દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી એક દિવસ કોર્ટ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. વકીલ મંડળ દ્વારા સર્વાનુમતે ધારી પીઆઇ દેસાઈ સામે પગલા લેવા ઠરાવ કરી રજૂઆત કરવામાં આવી હતી તેવું વડિયા વકીલ મંડળના પ્રમુખ એન.બી. રાઠોડ દ્વારા જણાવાયું હતું.