દામનગર તેમજ લાઠી શહેર ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની આગેવાનીમાં મોદી પરિવાર સભા યોજવામાં આવેલ હતી. દામનગર શહેરમાં પટેલ સમાજ વાડી ખાતે તેમજ લાઠી શહેરમાં વળીયા કોમ્પલેક્ષ ખાતે શહેરી વિસ્તાર માટે મોદી પરિવાર સભા યોજવામાં આવેલ હતી જેમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા તેમજ ભાજપના શરદભાઈ પંડયા તેમજ અન્ય મહાનુભાવો દ્વારા સભાને સંબોધન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો, સહકારી અગ્રણીઓ, તાલુકા પંચાયતના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના હોદ્દેદારો, મહિલા અગ્રણીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લાઠી તાલુકાના અલગ અલગ વિસ્તારના શક્તિ કેન્દ્રમાં મોદી પરિવાર સભા યોજવામાં આવી હતી. તાજેતરમાં લાઠી-દામનગર શહેર ખાતે મોદી પરિવાર સભા યોજવામાં આવેલ હતી. આ તકે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, વિધાનસભાના સંયોજક જીતુભાઈ ડેર, વિધાનસભાના વિસ્તારક વૈભવભાઇ નાયક, જીલ્લા ભાજપના હોદ્દેદારો સહિતનાઓ હાજર રહ્યાં હતા.