રામનાથ બોલતો હતો, ઇન્દ્રજીત સાંભળતો હતો. રામનાથના ચહેરા ઉપર અત્યારે પણ એજ તણાવના ભાવ આવી પથરાયા હતાં. દુઃખ, દર્દ, પીડા, વ્યથા, કંઇ કેટલું બધું તેનો ચહેરા ઉપર એકસામટું આવી ગયું હતું. ‘પછી શું થયું રામનાથ ? ’ ઇન્દ્રજીતે પૂછયું એટલે ઝૂંપડીના શૂન્યાવકાશમાં તાકી રહેલા રામનાથની આંખોમાં ઝળઝળિયા આવી ગયા.
એ બોલતો ગયો ઃ ‘તે દિવસે હું મન મારીને બેઠો, પણ ઝૂંપડીની આગળ પાછળ એક સામટાં સાત આઠ માણસો દોડતા હોય એવી ધડબડાટી સંભળાઇ. મેં ઝૂંપડામાંથી ડોકુ કાઢીને બહાર લંબાવ્યું તો ખાખી વરદીમાં કઇ કેટલાયે ઓફિસરો આમથી તેમ દોડતા હતાં. મારી નજર સામે ફાર્મ હાઉસના એક – બે ઠીકઠાક જાણીતા ચહેરાને ઓફિસરોએ બાનમાં પકડી લીધા હતાં. તેમના કાંડામાં હાથકડીઓ હતી. એમને જાઇને હું ધ્રુજી ઉઠ્યો. મને ત્યારે ને ત્યારે જ થયું કે દાળમાં તો કંઇક કાળુ છે !! આ તો બધી ગુનાહિત પ્રવૃત્તિઓ છે કાલ સવારે મારે પણ આમ, આવી જ રીતે હાથકડી પહેરીને જેલમાં જવું પડે તો મારા કુટુંબનું શું થાય ?
મે ત્યારે જ નિર્ણય કરી લીધો કે અહીંથી જેટલું વહેલા ભગાય એટલું ભાગી જવું મારા માટે સારૂં છે. નહિંતર જા આ દલદલમાં ફસાયો તો હું કયાંયનો નહીં રહું…!
મેં સઘળું જાયા કર્યું એ ઝૂંપડીની તિરાડોમાંથી. લગભગ કલાક જેટલું ઓપરેશન ચાલ્યું. ત્યાં સુધીમાં તો ઓફિસરોએ સામે રહેતા માલિકના મકાનમાં છાપો મારીને કંઇ કેટલુંય ઉઠાવી લીધું હતું. પણ, આ કદાચ તેમની ગલતફહેમી હતી. અચાનક એક મોટો ધડાકો થયો જાણે અણુબોંમ્બ ફૂટ્યો. હું તો ત્યાંથી ભાગ્યો. અને દૂરના ઝૂંપડામાં ભરાઇ ગયો. ચારેકોર ધૂળના ગોટેગોટા ઊડતા હતાં. કયાંય કશું દેખાતું નહોતું અને એ તકનો લાભ લઇ મેં ભાગવાનું શરૂ કર્યું. આડફેટ ભાગતો હતો કે ત્યાંજ પાછળથી મને બંધૂકનું બટ વાગ્યું.
મેં ચમકીને પાછળ જાયું તો માલિક હતો. હું ધ્રુજી ઉઠ્યો એણે કરડાકીથી પૂછયું ઃ ‘ તારે ભાગી જવું છે ?’ જવાબમાં મેં હાથ જાડયાઃ ‘ ના….ના…. માલિક, ભાગી જવું નથી પણ હું ડરી ગયો છું.
તમારા ફાર્મ ઉપર બધા અધિકારીઓ આવ્યા એટલે મને પણ એમ થયું કે, મને પણ પકડીને જેલમાં લઇ જશે એટલે ડરીને ભાગી છૂટ્યો હતો. હું તો એક ઝૂંપડામાં સંતાઇ ગયો હતો. પણ, આગળ પાછળ…’
‘ પાછો ફર અને હવે દોડતો જ પાછળની દિશામાં ભાગ.’ એણે ઠંડા કલેજે આદેશ કર્યો એટલે હું પાછો ફર્યો ડરતા ડરતાં ! મને કહે ‘દોડ’ જવાબમાં મેં જેટલું બળ હતું એટલું લગાવ્યું અને એકાદ કિલોમીટર જેટલું દોડતા દોડતા તો હાંફી ગયો. પાછો ફર્યો તો સઘળુ શાંત થઇ ગયું હતું. હવે ત્યાં કોઇ હતું નહીં. મને ડર લાગ્યો એટલામાં એ આવી પહોંચ્યો. અને ભૂતાવળમાંથી પ્રગટ થયા હોય એવા તેના બે માણસો પણ પ્રગટ થયા મને કહે કે કામ શરૂ કર.’
મેં કામ શરૂ કર્યુ તડકો, પસીનો, ભૂખ, દુઃખ પણ પાપી પેટ બધુ કરાવતું હતું. તે દિવસે સાંજે ઘેર પહોંચ્યો ત્યારે મે પત્નીને કહ્યું ઃ ‘ હવે અહીં રહેવાય એવું નથી. આપણે છટકી જવું પડશે. આ બધુ તો બહુ રહસ્યમય છે. હવે વધુવાર અહીં રહેશું તો મરી જશું’ જવાબમાં પત્ની કહે ઃ ‘ આટલી બધી મજૂરી મળે છે તે બીજે કયાં મળશે ?’ જવાબમાં મેં કહ્યું કે, અડધો મળશે તો અડધો રોટલો ખાઇ લેશું પણ અહીંયાથી છટકવાનું કરાય.’ પણ પત્ની ન માની. જા તે દિવસે નીકળી ગયા હોત તો જિંદગી….’ અને તે રડી પડયો. ઇન્દ્રજીતે તેની પીઠ ઉપર હાથ ફેરવ્યો. એ ધ્રુસકે ધ્રુસકે રડતો રહ્યો ઃ ‘ મેં મારી પત્નીને કહ્યું ઃ ‘ આ બધા માણસો શિકારી છે. અને હું જે ઠેકાણે મજૂરી કરવા જઉ છું તે ડાક બંગલા બહુ ભેદી છે. મને એમાંથી હવસની ગંધ આવે છે. અંદર નક્કી બદનામ ધંધા થઇ રહ્યાં છે. એવું લાગે છે.’ પણ પત્નીએ કહ્યું ઃ ‘ તમને એની સાબિતી મળી ? તમે કશું એવું કાંઇ જાયું ?’ જવાબમાં મે ના તો કહી પણ મને અંદરથી હવે એવી ધાસ્તી બેસી ગઇ હતી કે, કયાંક એ શિકારી મારા ઘર સુધી ન પહોંચી જાય. કારણ કે મારી દીકરી હવે કળીમાંથી ફૂલ બની ગઇ હતી હું એને ઘરની બહાર પગ મૂકવાનીય ના પાડતો હતો પણ સાહેબ, રૂપ છાબડે ઢાંક્યું ઢંકાતું નથી. અમારી પાછળની વસાહતમાં અમે ત્રીસ જેટલા પરિવાર તંબુ તાણી, ઝૂંપડા બાંધી, જગ્યા વાળીને રહેતા હતા એ બધામાંથી દસ બાર કુંવારી છોકરીઓ હતી પણ મારી દીકરી ચાંદ સરીખી હતી. સવાર સવારમાં મુકાદમ જયારે કામે ચડવા બોલાવતો ત્યારે મારા ઘર સામે કયાંય લગી ઊભો રહેતો. પછી, મારે કરડી આંખ કરી બહાર નીકળવું પડતું ! ત્યારે એ જતો પરંતુ એની બદનજર મને જરાપણ ગમતી નહીં. મારી અંદરનું ખૂન ગરમ થઇ જતું. મેં મારી પત્નીને કહ્યું ઃ ‘ રોજી રોટી તો ગમે ત્યાંથી મળી જશે પણ આબરૂ એકવાર લૂંટાણી એ પછી નહીં મળે. એના કરતા ચાલ, આપણે અહીંથી જતા રહીએ. મને સારા એંધાણ નથી લાગતા. પરંતુ મારી પત્ની મારૂં કહ્યું માની નહીં. હું મજબૂર હતો. મારો દીકરો બધુ સમજતો હતો પરંતુ એ એની મા આગળ કશું બોલી શક્તો ન હતો. એક દિવસની વાત છે સાંજ પડી અને હું ઘેર આવ્યો ત્યારે ઘરમાં રોકકળ હતી. મને ફાળ પડી કે થયુ શું ? તો ખબર પડી કે, મારા ચાંદનો ટુકડો ઘરમાં નથી. મેં ચીસ પાડીને મારી પત્નીને પૂછયું ઃ ‘ આખરે જવાબદારી તારી છે. બોલ, જવાબ આપ.’ પરંતુ જવાબ તો કયાં એની પાસે હતો ? મારા દીકરાએ કહ્યું કે દીદી બપોરે બાર વાગ્યા સુધી તો ઘરે હતી. પછી હું મારા કામમાં પડયો પછી ખબર રહી નથી.’
અમે એને શોધવા આકાશ પાતળ એક કર્યા પરંતુ મારી દીકરી હાથ ન લાગી. અમે એભલ વાંગા પાસે પહોંચ્યા તો એણે હાથ ઊંચા કરી દીધા કે, અમે એના માટે જવાબદાર નથી. પણ મારો દીકરો શાંત બેસે એમ નહોતો એણે રાતદિવસ એક કર્યા. વહાલી બહેનને શોધવા ! અમે પોલીસને ફરિયાદ કરી. પોલીસે શોધખોળ આદરી પણ હું એ બાબતે મૂર્ખ હતો કે, એભલને કશું થઇ શકે એમ નહોતું. બધે જ એની લીન્ક જાડાયેલી હતી. પોલીસે અમને કહી દીધુ કે સોરી ! પણ મારો દીકરો ભાળ લઇ આવ્યો કે વસાહતમાં એક આઠ વર્ષના બાળક, ભોલુએ દીદીને કોઇ બે મવાલી જેવા માણસો ઉપાડી જતા જાઇ છે. અને એ પૈકી એક માણસને તો એ ઓળખે પણ છે. એટલે મારા દીકરાને એક નિશાની મળી ગઇ કે બેનનું કીડનેપ થયું છે. એણે ભોલુના માબાપને જઇને વાત કરી. અને રિકવેસ્ટ કરી કે એ માણસ કોણ હતો ? જેનું પૂરેપૂરૂં વર્ણન ભોલુ પાસેથી સાંભળવા મળે તો આખરે ખબર પડી જાય કે હકિકતમાં એ કોણ છે ? પણ તમે સાચું માનશો
સાહેબ ? ’
રામનાથ ઇન્દ્રજીત સામે જાઇને અત્યંત દર્દભર્યા સ્વરે બોલ્યો ઃ બીજે દિવસે મારો દીકરો એના ઘરે જાય એ પહેલા તો એ ફેમિલી ઘર છોડીને નાસી ગયું હતું. દીકરાએ ઘરે આવી માથું પછાડયું. હું રડીને રહી ગયો. એની માએ મગજ ઉપરનું સંતુલન ધીમે ધીમે ગૂમાવવા માંડ્યું હતું અને એક દિવસ દીકરો ઘરે આવ્યો ત્યારે જીવતી લાશ જેવો બનીને આવ્યો હતો. હું થોડી પરિÂસ્થતિ સમજી ગયો. મેં એની પીઠ ઉપર હાથ ફેરવ્યો તો એણે રડતા રડતા મારા ખોળામાં માથુ નાખી દીધું અને બોલ્યો ઃ ‘પાપા મને તમે મારી નાખો કારણ કે ભૂલ મારી છે. હું કદાચ ઘરે હોત તો બેનનું અપહરણ ન થયું હોત પણ…પણ… મને ખબર પડી ગઇ છે કે અપહરણ કરનાર કોણ છે ?’
હું ધ્રુજી ગયો ઃ ‘કોણ છે ?’
જવાબમાં એણે કહ્યું ઃ ‘માલિક…’
હેં??? મારા માથે વીજળી પડી. દીકરાએ કહ્યું ઃ ‘ હા બાપુ, માલિકના કસાઇવાડામાં મારી બેન પૂરાઇ ગઇ છે. પણ હું એને જીવતો નહીં છોડું. ’ મેં એને માંડ માંડ ઠાર્યો. જલન તો મનેય ખૂબ થતી હતી.
રામનાથની આંખમાં આંસુ હતા તે બોલ્યો ઃ સાહેબ, વળતો દિવસ કેવો ઉગશે એ મને ખબર નહોતી. સવારે હું ઉઠ્યો ત્યારે મારો દીકરો પથારીમાં નહોતો. મને ફાળ પડી. મેં શોધખોળ કરી મૂકી પણ મારો દીકરો અલોપ થઇ ગયો. મારી પત્ની સૂનમૂન થઇ ગઇ. એણે આખરે મગજ પરનું સંતુલન ગૂમાવી દીધું હતું. હું સાતમે પાતાળ ભટકીને આવ્યો પણ મારો દીકરો ન મળ્યો તે ન જ મળ્યો. મારૂં હાડમાસનું બનેલું શરીર… મારા રૂધિરથી સીંચાયેલા મારા બે બાળકો…કયાં ચૂંથાતા હશે ? એની પીડામાં હું ઓશિકા ભીંજવતો રહ્યો.
ઇન્દ્રજીતને સૂતા સૂતા રામનાથના વિચારો તડપાવતા હતાં ત્યાં એનાં રૂમમાં કોઇ મહેંક આવી. તેણે જાયું તો અનિતા હતી. રાત વીતી રહી હતી. (ક્રમશઃ)