રાજયમાં વધુમાં વધુ મતદાન થાય તે માટTIP (Turnout Implementation Plan) હેઠળ વિવિધ કાર્યક્રમો/પ્રવૃત્તિઓ અમલમાં મુકવામાં આવેલ છે. જે અન્વયે ૯૮-રાજુલા, જાફરાબાદ, ખાંભા વિધાનસભા મત વિસ્તાર માટે કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિસ્તારનાં તમામ મતદાર ભાઇઓ-બહેનોને અને તમામ અધિકારી- કર્મચારીઓને લોકશાહીનાં આ અવસરમાં સહભાગી થવા વહીવટીતંત્રએ નિમંત્રણ પાઠવ્યું છે. આ કબડ્ડી ટૂર્નામેન્ટ ૨૯ એપ્રિલને સોમવારનાં સાંજના ૬ કલાકથી સંઘવી હાઈસ્કૂલ ખાતે રાખેલ છે. જેમાં તમામ મતદાતા ભાઈઓ બહેનોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.