અમરેલીના રાંઢીયા ગામે વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ખટાલી પટેલ ફળીયુંના સોનબેન ધર્મેશભાઈ માવડાએ જાહેર કર્યા મુજબ, બપોરના બે વાગ્યે બાબુભાઇ વાઘજીભાઇ હપાણી મજૂરો માટે કેન્ડી લઇને આવ્યા હતા. કેન્ડી ખાધા બાદ આશરે એકાદ કલાક બાદ તેમને તેમજ તેના પૌત્ર/પૌત્રી તથા તેમના જેઠના દીકરાને ઉલ્ટી થવા લાગી હતી.