કોંગ્રેસના નેતા શકિતસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલના આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કેસમાં રાજેશ્વરી બાને માથાના ભાગે જ કેમ ગોળી વાગી એ શંકા અને પતિ પત્ની વચ્ચેની તકરારની શંકા આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યશરાજસિંહના બે મહિના પહેલા જ રાજેશ્વરી બા સાથે બીજા લગ્ન થયાનું પણ સામે આવ્યું છે. યશરાજસિંહે પત્નીની હત્યા કરી પોતે આપઘાત કર્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. કેસમાં છ ડિવિઝનના એસીપી ફરિયાદી બન્યા.
અમદાવાદના બોડકદેવમાં એનઆરઆઈ ટાવર ખાતે યશરાજસિંહ ગોહિલ અને તેની પત્ની રાજેશ્વરી બાના મોતનો મામલાનું રહસ્ય વધુ ઘેરાતું જઈ રહ્યું છે. આ ઘટનામાં અમદાવાદ પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સમયે યશરાજસિંહથી ભૂલથી મિસ ફાયરિંગ થતા રાજેશ્વરી બાને ગોળી વાગ્યાની વાત મળી હતી. રાજેશ્વરીબાને ગોળી વાગતા મોત થતાં યશરાજસિંહ પણ પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.
પોલીસ તપાસમાં અચાનક ગોળી વાગી તો માથાના ભાગે જ કેમ વાગી એ શંકાનું વિષય હતો. આ સિવાય પતિ-પત્ની વચ્ચે કોઈ તકરાર હતી કે કેમ તે જાણવા પોલીસે બંનેના મોબાઇલ એફએસએલમાં મોકલી આપ્યા હતા. ઘટનાના દિવસે પતિ પત્ની ફોઇના ત્યાં જમવા ગયા અને બાદમાં જ્યુસ પીવા માટે ગયા તે જ્યુસ પીવાના સ્થળના સીસીટીવી ફુટેજ પણ પોલીસે મેળવ્યા છે. જાકે, જ્યુસ પીવાના સ્થળે બંનેને હરકત નોર્મલ જણાઈ આવી હતી.
અમદાવાદના બોડકદેવ ખાતે એનઆરઆઇ ટાવરમાં ગોહિલ દંપતીના મોતનો મામલો વધુ ગૂંચવાઈ રહ્યો છે. ગોહિલ દંપતીના મોતનું રહસ્ય ઘેરાતુ જતી રહ્યું છે. અનેક સવાલોના જવાબ મળી નથી રહ્યાં. સમગ્ર કેસની તપાસ એસીપીને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એનઆરઆઇ ટાવરના સીસીટીવી બંધ મળી આવ્યા છે.
તો બીજી તરફ રાજેશ્વરીબાના માથાના ભાગે ગોળી કઈ રીતે વાગી એ પણ શંકાનો વિષય બન્યો છે. રિવોલ્વરમાં બે જ ગોળી હોવાની બાબતે મોટી શંકા ઉપજાવી છે. શું ખરેખર રિવોલ્વર ફેરવતા કે કવરમાંથી બહાર કાઢતા ગોળી વાગી કે પછી જાણીજાઈને ગોળી મારવામાં આવી તેની પોલીસ તપાસ કરી રહી છે. યશરાજ ગોહિલના હાથે ભૂલથી તેની પત્ની રાજેશ્વરીબાને ગોળી વાગી હતી, આ વાત ગળે ઉતરવી મુશ્કેલ છે. એ જ દિવસે બને હોટેલમાં જમવા ગયા હતા અને સોડા પીવા ગયા હોવાની વાત પણ સામે આવી છે. શું ઘટનાની રાતે ગોહિલ દંપતી વચ્ચે કોઈ ઝગડો થયો હતો કે શું થયું હતું તે તપાસનો વિષય છે.
આ ઘટનાનો સૌથી મોટો પુરાવો રિવોલ્વર છે, જેનાથી ગોહિલ દંપતી મોતને ભેટ્યું. ત્યારે મોટો સવાલ એ છે કે, શું રિવોલ્વરમાં માત્ર બે જ ગોળીઓ હતી. તો બીજી થિયરી એ પણ સામે આવી છે કે, રિવોલ્વરમાંથી બાકીની બે ગોળીઓ પણ મળી છે. ત્યારે યશરાજસિંહ ગોહિલના હાથે ભૂલભૂલથી છૂટેલી ગોળી સીધી રાજેશ્વરીબાના માથામાં જ કેમ વાગી?
સમગ્ર ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે, રાજેશ્વરીબા સાથે યશરાજસિંહના આ બીજા લગ્ન હતા. બે મહિના પહેલા જ બંનેના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. નવપરણીત યુગલને તેમના ફોઈના ઘરે ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેથી તેઓ ત્યા ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ આ ખૂનીખેલ ખેલાયો હતો. શું દંપતી વચ્ચે ઘરે આવતા પહેલા કોઈ ઝગડો થયો હતો કે શું. તેમજ યશરાજે આટલા મોડી રાતે કેમ બંદૂક સાફ કરવા કાઢી હતી, તે પણ મોટો પ્રશ્ન છે. આટલી રાતે તેને બંદૂક સાફ કરવાની જરૂર કેમ પડી હતી.










































