સાવરકુંડલામાં પટેલવાડી ખાતે સાવરકુંડલા/લીલીયાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલાની અધ્યક્ષતામાં બક્ષીપંચ મોરચો તેમજ અમરેલી જીલ્લા માલધારી સેલની મિટિંગનું આયોજન અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાના સમર્થનમાં કરાયું હતું.
આ મિટિંગમાં ઘેટા અને ઉન વિકાસ નિગમના પૂર્વ ચેરમેન અમરસિંહભાઇ ખાંભલીયા, ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઇ મેર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઇ ભુતૈયા, અમરેલી જિલ્લા માલધારી સેલના પ્રમુખ મયુરભાઇ રબારી, વંડા સરપંચ વાલાભાઇ સાટીયા, આંકોલડા સરપંચ નારણભાઇ મેર, વીજપડીના આગેવાન હરેશભાઇ ભુવા, બીજલભાઇ બતાડા, લાલાભાઇ ગોહીલ, હરીશભાઇ ભરવાડ, કરશનભાઇ આલ, શરદભાઇ પંડયા, પ્રવીણભાઇ સાવજ, રાજુભાઇ નાગ્રેચા, અનિરૂધ્ધસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.