પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે મમતા બેનર્જીએ ૨૦૨૧ ની ચૂંટણી દરમિયાન પગમાં ઈજાનો ખોટો દાવો કર્યો હતો. તેમણે વધુમાં જાહેરાત કરી કે તેમની સરકાર મમતાના “ખોટા દાવાઓ” ની નવી તપાસ શરૂ કરશે. રાજ્ય સચિવાલય, નબન્ના ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા, અધિકારીએ દાવો કર્યો કે બેનર્જીએ ચૂંટણી દરમિયાન પોતાની ઈજાનો ખોટો દાવો કર્યો હતો.
બાંગુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોસાયન્સ દ્વારા જારી કરાયેલ બેનર્જીનો મેડિકલ રિપોર્ટ બતાવતા, અધિકારીએ કહ્યું, “મમતા બેનર્જીએ ૨૦૨૧ માં નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પગમાં ઈજાનો ખોટો દાવો કર્યો હતો. અમારી પાસે એક મેડિકલ રિપોર્ટ છે, જેમાં જણાવાયું છે કે ફ્રેક્ચર અથવા ડિસલોકેશનના કોઈ પુરાવા નથી. અમે આ બાબતની તપાસ શરૂ કરીશું. તેમના ખોટા આરોપોએ નંદીગ્રામના લોકોનું અપમાન કર્યું. ૯ ઓક્ટોબરના રોજ સ્ઝ્રઝ્ર (મોડેલ આચાર સંહિતા) હટાવ્યા પછી હું વધુ માહિતી આપીશ… આજે, હું ગઈકાલે કરેલા મારા દાવાઓના સમર્થનમાં આ કહી રહ્યો છું.”
નંદીગ્રામમાં પેટાચૂંટણી ૬ ઓક્ટોબરે યોજાશે અને પરિણામ ૯ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. અધિકારીએ નંદીગ્રામ-૨ ડેવલપમેન્ટ બ્લોકના બિરુલિયા બજારમાં એક રેલીને સંબોધિત કરતી વખતે આ દાવો કર્યો હતો, જ્યાં પાંચ વર્ષ પહેલાં બેનર્જી ઘાયલ થયા હતા. ૧૦ માર્ચ, ૨૦૨૧ ના રોજ નંદીગ્રામના બિરુલિયાના રેયાપારા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી બેનર્જીને ડાબા પગ અને કમરમાં ઈજા થઈ હતી. બેનર્જીએ શરૂઆતમાં જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોએ તેમને જાણી જાઈને તેમની ખુલ્લી કારના દરવાજા તરફ ધકેલી દીધા હતા, જે તેમના ડાબા પગમાં ઘૂસી ગયો હતો અને મોટી ભીડ વચ્ચે તેમનો પગ કચડી નાખ્યો હતો. બાદમાં, હોÂસ્પટલમાંથી બહાર પાડવામાં આવેલા એક વીડિયો સંદેશમાં, તેમણે સમજાવ્યું હતું કે જ્યારે તેઓ સમર્થકોનું સ્વાગત કરી રહ્યા હતા, ત્યારે મોટી ભીડ તેમની કાર તરફ ધસી આવી હતી, જેના કારણે તેમના પગ કચડી નાખવામાં આવ્યા હતા.
તેમના ડાબા પગની ઘૂંટી અને પગમાં ગંભીર હાડકા અને અÂસ્થબંધનની ઇજાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી, તેમજ તેમના જમણા ખભા, ઉપલા હાથ, ગરદન અને કમરમાં ઇજાઓ અને દુખાવો થયો હતો. તેમને તાત્કાલિક કોલકાતા પાછા લાવવામાં આવ્યા હતા અને રાજ્ય સંચાલિત એસએસકેએમ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રેણીબદ્ધ પરીક્ષણો પછી, બેનર્જીને ૧૨ માર્ચે હોÂસ્પટલમાંથી રજા આપવામાં આવી; તેમના ડાબા પગમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યું હતું અને તેમણે વ્હીલચેર પરથી પોતાનો ચૂંટણી પ્રચાર ચાલુ રાખ્યો હતો. તે ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસે જબરદસ્ત વિજય મેળવ્યો; પાર્ટીએ ૨૯૪ માંથી ૨૧૬ બેઠકો જીતી અને ભાજપને ૭૭ સુધી મર્યાદિત કરી દીધી.