લીલીયા તાલુકાના ભેંસવડી ગામના સરપંચ મંજુલાબેન ભરતભાઈ ઠુંમર દ્વારા ખાણ ખનીજ
વિભાગને પત્ર પાઠવવામાં આવ્યો છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે લીલીયા તાલુકાના ભેંસવડી ગામે આવેલ શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરવામાં આવે છે અને રેતી ભરીને જે ટ્રકો આવે છે તે ભેંસવડી ગામમાંથી લીલીયા મોટા ગામ તરફના રસ્તે ચાલે છે. ભેંસવડી – લીલીયા રોડ આ રેતી ખનનના કારણે બિસ્માર બની ગયો છે.
જેના કારણે હાલમાં આવનાર ચોમાસાની સિઝનમાં વાહનચાલકો તેમજ ભેંસવડી ગામના રહીશોને બહારગામ જવા આવવામાં ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે. ભેંસવડી ગામે બિનકાયદેસર ચાલતા ખનન અને લોડર, ટ્રક ડંપર, ત્નઝ્રમ્ બંધ કરાવવામાં આવે તેવી ખાણ ખનીજ વિભાગને પત્ર પાઠવી સત્વરે કાર્યવાહી કરવા સરપંચ મંજુલાબેન ભરતભાઈ ઠુંમર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.