સાવરકુંડલાના ભુવા ગામે સેન્ટિંગ કામના બાકી પૈસાની ઉઘરાણી કરતાં યુવકને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ગુંદરણ ગામે રહેતા જીતુભાઈ દેવશીભાઈ ચુડાસમા (ઉ.વ.૪૦)એ ભુવા ગામના મનોજભાઇ ખોડાભાઇ સોલંકી, સુરેશભાઇ ભાયાભાઇ સોલંકી તથા પ્રકાશભાઇ ભાયાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે ખએક વર્ષ પહેલા ભાયાભાઇ સોલંકી રહે.ભુવા વાળાના મકાનનું સેન્ટીંગ કામ મનોજભાઈ ખોડાભાઈ સોલંકી હસ્તક રાખ્યું હતું. જે સેન્ટીંગ કામની મજુરીના અગાઉના રૂપિયા બાકી હોવાથી તેની ઉઘરાણી કરવા જતા જેમફાવે તેમ અપશબ્દોમાં ગાળો આપી, લાકડી તથા ઢીકાપાટુ વડે મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.પી.વેગડા વધુ તપાસ કરી રહ્યા છે.