બાબરા મુકામે જીઆઈડીસી ખાતે આવેલ પ્લાસ્ટિકની રૂદ્રા ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે બાબરા ફાયર વિભાગ દ્વારા અમરેલી ફાયર કંન્ટ્રોલ ખાતે જાણ કરવામાં આવી હતી. જાણકારી મળતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અહીં ૨૪૦૦૦ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદ્‌નસીબે આ સંપૂર્ણ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.