રાજુલાના નાના મચ્છુદડા ગામે મોટર સાયકલ ધીમે ચલાવવાનું કહેતા યુવકને ગાળો આપી માથામાં પાઈપનો ઘા મારવામાં આવ્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રમેશભાઈ ઉર્ફે ભુલો નાનજીભાઈ મારૂ (ઉ.વ.૩૪)એ અમરાભાઈ ભાયાભાઈ અરડુ (ગઢવી) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેમના ઘર પાસે મોટર સાયકલ પૂરઝડપે ચલાવીને નીકળતા હતા. તેથી તેમને ધીમે હંકારવાનું કહેતા સારું નહોતું લાગ્યું અને ગાળો આપી લોખંડના પાઇપનો એક ઘા માથામાં મારી ઈજા પહોંચાડી જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.