અમરેલી લોકસભાના કોંગી ઉમેદવાર જેનીબેન ઠુંમરે બાબરા અને લાઠી તાલુકાના પ્રવાસ દરમ્યાન ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ સાધુ-સંતોના આશીર્વાદ મેળ્યા હતા. અને કેન્દ્ર સરકાર પાસે વિવિધ માળખાકિય સુવિધાઓની માંગણી કરી હતી અને આ વિસ્તારના લોકોને રોજગાર મળે તે માટે ઉદ્યોગો શરૂ કરવા માંગ કરી હતી. સાથે તેમણે નાના ધંધાર્થીઓને વિમા કવચ અને વગર વ્યાજે લોન આપવા પણ માંગ કરી હતી. ચાવંડ, કરીયાણા, કોટડાપીઠા, મોટા દેવળીયા ખાતે સભાને સંબોધી હતી. લાઠીથી અયોધ્યા સહિત મોટા ધાર્મિક સ્થળો સુધી લાંબા અંતરની ટ્રેન શરૂ થાય તેવી પણ તેમણે માંગણી કરી હતી. જિલ્લામાં સારી હોસ્પિટલો નથી ત્યારે તાલુકાકક્ષાની હોસ્પિટલોનું નવીનીકરણ થાય તે અંગે કોંગ્રેસ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. રાજકીય કાર્યક્રમોમાંથી સરકારી તંત્રને બાદ કરવાની પણ તેમણે વાત ઉચ્ચારી હતી. જા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોને ટેકાના યોગ્ય ભાવ મળે તે માટે યોગ્ય પોલીસી બનાવવામાં આવશે તેમ જણાવ્યુ હતું. આ તકે જેનીબેન ઠુમ્‍મરે લોકોને સંબોધન કરતા જણાવ્‍યુ હતું કે આજે અહીંયા કરોડોનું ડ્રગ્‍સ પકડાય છે ત્‍યારે યુવાધન બરબાદ થઈ રહૃુ છે. વિકાસ, વિકાસ, વિકાસ કરી અને છેલ્‍લા રપ વર્ષથી ભાજપનું રાજયમાં શાસન છે અને ૧૦ વર્ષની કેન્‍દ્રમાં શાસન છે. ત્‍યારે આ વિકાસને કોંગ્રેસની સરકાર આવશે એટલે જમીન પર ઉતારવામાં આવશે. આ તકે તેમણે જણાવ્‍યુ હતું કે લાઠીમાં બે-બે ચૂંટણીમાં જી.આઈ.ડી.સી.ની જાહેરાત થઈ પરંતુ આ માત્ર કાગળ પર રહી. આ સરકાર કોઈ પણ યોજના માત્ર જાહેરાત પુરતી બનાવે છે.
ડ્રાઈવીંગ જેવા સામાન્ય વ્‍યવસાય કરતા લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે વિમા કવચ અને તેમના વ્‍યવસાયના વિકાસ માટે સરકાર ૦% વ્‍યાજે લોન આપે તો આ એક મોટા વર્ગનો વિકાસ થઈ શકે તેવી માંગ જેનીબેન ઠુમ્‍મરે કરી હતી. ખેડૂતો માટે જણસીના ભાવની મીનીમમ ગેરંટી એટલે એમ.એસ.પી.ની કાનૂની ગેરંટી, ખેડૂતોને દેવા માફી, ખેડૂતોને બિયારણ, દવા અને ખેતીના સંસાધનોમાં જી.એસ.ટી.માંથી મુકિત, બહેનો માટે, ગરીબ પરિવારની મુખ્‍ય બહેનને વાર્ષિક રૂ.૧ લાખ અને સરકારી નોકરીમાં પ૦% આરક્ષણ, મજૂરો માટે મનરેગા અંતર્ગત થતા રાહત કામોમાં રૂ.૪૦૦ સુધી રોજ કરવામાં આવશે. આ તકે જેનીબેન ઠુમ્‍મર સાથે પ્રવાસમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતાપભાઈ દુધાત, પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલિયા, સત્યમભાઈ મકાણી, જીતુભાઈ વાળા, શાર્દુલભાઈ ડેર, લાઠી તાલુકા પ્રમુખ આંબાભાઈ કાકડીયા, બાબરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, રવજીભાઈ ડાંગર, કનુભાઈ ગેલાણી, બાબરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચિત્તરંજનભાઈ છાંટબાર સહિત મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.