બાબરામાં એક ટ્રકચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે રફીકભાઈ કરીમભાઈ જેઠવા (ઉ.વ.૪૨)એ ટ્રક નંબર જીજે-૧૧-ટીટી-૮૮૩૯ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમનો પુત્ર હુસેન (ઉ.વ.૨૦) મોટર સાયકલ લઈને નાના બસસ્ટેન્ડથી બાબરા શાહ પેટ્રોલ પંપ તરફ જતો હતો તે વખતે જુની જી.ઇ.બી.ની ઓફિસ પાસે હાઇવે રોડ ઉપર પહોંચતા સામેથી ટ્રકચાલકે આવી ટક્કર મારી હતી. જેના કારણે તેમના દીકરાને માથામાં જમણા ભાગે ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત સર્જી ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.