બગસરા શહેરમાં તારીખ ૨ માર્ચથી ૮ માર્ચ દરમિયાન ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળાનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય અને અન્ય રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. જોકે, આયોજકોએ વીજળીના વપરાશ માટે પીજીવીસીએલ કચેરીની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે લાઈટ કનેક્શન જોડી દીધું હતું. આ ગંભીર બાબત પીજીવીસીએલના ઇજનેરના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક સ્થળ પર પહોંચીને વીજ જોડાણ કાપી નાખ્યું હતું. તંત્ર દ્વારા આયોજકો સામે દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. સંચાલકોની આ ઉઘાડી બેદરકારી અને કાયદાના ઉલ્લંઘનને કારણે હવે મેળામાં ખરીદી કરવા આવતા મુલાકાતીઓને અંધારામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઇજનેરની સતર્કતાને લીધે વીજ કંપનીને થતું આર્થિક નુકસાન અટકાવી શકાયું છે.