ચોરોને પણ મોંઘવારી નડતી હોય તેમ હવે સિમેન્ટની પણ ચોરી કરવા લાગ્યા છે. આવી જ ઘટના બગસરાના પીઠડીયા ગામે બની છે. જ્યાં પ્રાથમિક શાળાના મેદાનમાંથી તસ્કરો ૧૨૦ થેલી સિમેન્ટ ઉઠાવીને રફુચક્કર થઈ ગયા હતા. બનાવ અંગે ઉનાના રામપરા ગામે રહેતા અને કન્સ્ટ્રક્શનો ધંધો કરતાં દિવ્યેશગીરી ધરમગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૪)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પીઠડીયા ગામે પ્રાથમિક શાળાના ખુલ્લા મેદાનમાં રાખેલી સિમેન્ટની ૧૨૦ થેલીની અજાણ્યા ચોર ઇસમ લઇને ફરાર થઈ ગયા હતા. પોલીસ ચોપડે સિમેન્ટની થેલીની કિંમત ૪૩,૨૦૦ રૂપિયા જાહેર થઈ હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.સી.દેવડીંગજી વધુ તપાસ કરી રહ્યા છે.