નદી બહુ મોટી ન હતી. પણ ઉતાવળી જરૂર હતી. એટલે ખળખળ કરતો અવાજ અનેરૂ સંગીત પેદા કરતો હતો. પરીએ નદી કિનારેથી દૂર દૂર સુધી નજર દોડાવી. આ નયનરમ્ય કુદરતી વાતાવરણ તેને ખૂબ પસંદ પડયુ. સૌએ નદીના પાણીમાં પગ બોળ્યા ને આચમન પણ કર્યુ. થોડીવાર પછી બધા શિવાલય તરફ જવા ઢોળાવ ચડવા લાગ્યા. ઢાળ ચડતા હતા ત્યાં જ એક વીજળીનો ચમકાર ચકરાઈ ગયો ને તરત જ ભયંકર મેઘગર્જના થઈ……કડાકો થયો. પરી ધ્રુજી ઉઠી. કડાકો જારદાર થયો હતો. દાદાએ આકાશ તરફ ઉંચે જાયુ.ઘનઘોર ઘેરાયેલ ઘાટા બ્લ્યુ કલરના વાદળાઓનો સમૂહ વધારે ઘેરો બની રહ્યો હતો. આમ અચાનક વાતાવરણ પલટાતા બધાના શરીરમાં એક ન સમજી શકાય તેવા પ્રકારનો છૂપો ભય પેદા થયો. જાણે કે હૈયાને હચમચાવી મૂકયા.પ્રથમ વરસાદના વરસાદી ફોરા પ્રેમીઓને દિલમાં જલન પેદા કરે છે. પરંતુ કયારેક એવા જ પાણીમાં ટીપા સળગતા અંગારા બની હૈયામાં આગ લગાડે તો નવાઈ નહી.
તો પણ આ વરસાદ આવવાની ઘડીએ, આવા વાતાવરણમાં હૈયુ સાત રંગે રંગાઈ જાય છે. આકાશમાં ગરજતો મેઘ અને ઘટાટોપ વાદળનું દ્રશ્ય કંઈક જુદુ જ દેખાતુ હતું. અત્યારે કાળાડિબાંગ વાદળો જાણે સંતાકૂકડીની રમત રમતા હોય તેવુ લાગતુ હતું.ત્યાં તો ધીમે ધીમે ઝરમરિયો વરસાદ વરસવો શરૂ થયો. પરીને જ નહી પણ બધાને આનંદ આવ્યો, કારણ કે આજની ગરમી અને ઉકળાટ અસહ્ય હતો. આમેય આવા વરસાદના ફોરામાં એટલુ બધુ આકર્ષણ હોય છે કે પથ્થરદિલ માણસોના હૈયામાં પ્રેમની ટશરો આપોઆપ જ ફૂટે!ત્યાં તો ઉપરા-ઉપરી વીજળીના ચમકારા ને પછી મેઘની ગર્જનાના ગડગડાટ શરીરને ધ્રુજાવવા માંડયા. ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. વરસાદનું જાર ધીમે ધીમે વધવા લાગ્યુ. મોસમનો પ્રથમ વરસાદ ધરતી પર પડે ત્યારે આકરી, અકળાયેલી ને તપેલી ભૂમિમાંથી એક અજાયબ પ્રકારની સોડમ સ્ફૂરે છે. આ સોડમ એવા પ્રકારની હોય છે કે તેની સામે એકેય પ્રકારના અત્તર બરોબરી કરી જ ન શકે!
આવા સમયે ચાતક નામક પક્ષી આકાશ તરફ ઉંચે જાયા કરે ને કયારે વરસાદ વરસે ને વરસાદી ટીપુ કયારે પોતાના મોંમા ઝીલી તરસ છુપાવે…તેની કાગડોળે રાહ જાઈ રહ્યુ હોય છે. ને વરસાદ વરસતા જ આ પક્ષી પોતાની પ્યાસ બુઝાવે છે.વરસતા વરસાદમાં બધા થોડા થોડા ડરેલા હતા. શિવાલયે પહોંચતા સૌ હાશ બોલી ઉઠયા. પણ, પરી તો…તેના હાથ લાંબા કરી વરસાદના છાંટાને હથેળીમાં પકડવા કોશિશ કરી રહી હતી. તે તો નાચી-ઝૂમી રહી હતી.
અચાનક પરી સ્થિર થઈ…..ઉભી રહી. તેના મગજમાં જાણે એક ચમકારો થયો. તેની આંખો સામે ફરી પેલું સપનું આવ્યુ. ધોળી જટા ને ધોળી દાઢી, કાળો લેંઘો ને કાળો ઝભ્ભો, ગળામાં રૂદ્રાક્ષની માળા ધારણ કરેલ કોઈ સંત જેવો દિવ્ય પુરુષ તેને દેખાયો. ક્ષણભર એ ધ્રુજી. તેના વાળની લટોમાંથી વરસાદી પાણીના ટીપા ટપકતા હતા.
પરી એકીટશે જાઈ રહીઃ શિવાલયની બરાબર સામે જ્યાં મેદાન પૂરુ થતુ હતું ત્યાં, એક ટેકરી પર તેને સપનામાં દેખાતો પુરુષ…અત્યારે આબેહૂબ નજરે દેખાયો. સાચે જ આ પુરુષને જાઈ, એ દ્રશ્ય જાઈ એ થડકી ગઈ. હા, અત્યારે પરી ભાનમાં જ હતી. તેણે તેના હાથ વડે, આંગળી અને અંગુઠો ભેગો કરી બીજા હાથમાં ચીમટો પણ ભરી જાયો. સાચે જ પરી ભાનમાં હતી. તે એકીટશે જાઈ રહી હતી. શિવાલયની બરાબર સામેનીટેકરી પાસે ઉભેલો તેજામય પુરુષઃ એનો એ જ વિલાસ, એ જ દાઢી, એ જ જટા ને ગળામાં રુદ્રાક્ષની મોટી માળા… બધુ બધુ જાણે સ્વપ્ન સ્વપ્ન!આવું થતા,આવુ દેખાતા પરીએ પપ્પાનો હાથ પકડી દબાવ્યો, આંગળી ચીંધી..પેલા તેજામય પુરુષને જાતા જાતા કહ્યુઃ ‘‘પપ્પા, જુઓ જુઓ….સામેની ટેકરી પાસે જુઓ, તમને કંઈ દેખાય છે….?’’યશે પરીએ ચીંધેલ આંગળીની દિશામાં જાતા જ વિહવળતાથી બોલી ઉઠયોઃ‘‘દેખાય છે બેટા, તે વર્ણવેલ લિબાસ….તને સપનામાં દેખાયેલ તે પ્રમાણે સામ્ય ધરાવતા…એવા એ તેજામય પુરુષને હું મારી સગી આંખે જાઈ રહ્યો છું. બેટા, આવું કેમ બને? હવે તો આ જાઈ…મારુ મગજ સાવ શૂન્ય થવા લાગ્યુ છે. હવે…?’’‘‘હવે શું? હવે કંઈ નહી પપ્પા, મારે તો એ પુરુષને મળવુ છે. હું જરૂરથી એને મળીશ. એ મારી રાહ…..પ્રતીક્ષા વર્ષોથી શા માટે કરી રહ્યો છે…..તે પૂછવુ છે.’’ પરીએ મક્કમ બની કહ્યું ‘‘ના, તારે આવુ કંઈ કરવાની જરૂર નથી. અમે બધા તારી સાથે છીએ ને બેટા!’’ ‘‘ભલે તમે બધા મારી સાથે હો! હો તો પણ ઠીક ને ન હો તો પણ ઠીક. હુ તો તેને મળીશ..મળીશ ને મળીશ જ! એને મળ્યા વગર હું ઘરે નહી આવું…..બસ.’’ જારથી પરી બોલી ત્યાં તો વળી વીજળીનો જારદાર ચમકારો ચમક્યો. વરસાદ પણ વધ્યો. મેઘની ગર્જના ને કડાકા-ભડાકા સંભળાવા લાગ્યા. આ સાથે જ એકાએક પરીના અવાજમાં ને તેના વર્તનમાં થોડુ પરિવર્તન આવ્યુ એવુ સૌએ મહેસૂસ પણ કર્યુ.‘‘પરી.., તું આ સમયે જિદ ન કર. તારા પપ્પા-મમ્મીનું કહ્યુ કર. ચાલ, આપણે બધા સાથે જ પેલા પુરુષનેમળીએ….’’ વત્સલે પરીને સમજાવવા પ્રયત્ન કરતા આવુ કહ્યુ ત્યાં પરીએ ઝડપથી બોલી દીધુઃ
‘‘નાનુ….! અત્યારે હું સપનું નથી જાતી. પણ હકીકતે સપનામાં રોજ રોજ દેખાતો આ દિવ્ય પુરુષ આજે મારી નજર સામે હોય…હું તેને ન મળુ? મળીશ જ…! તમે બધા જયાં છો ત્યાંના ત્યાં જ ઉભા રહેજા. હું ત્યાં જાઉ છુ. એવુ કંઈ થશે તો હું બૂમ પાડીશ…..બસ! પણ મને હવે રોકતા નહી. મારે એ દિવ્ય પુરુષને ઘણુ ઘણુ પૂછવુ છે. મારા મનમાં…..અસંખ્ય સવાલો ભર્યા પડયા છે. હવે મને કોઈ રોકશો નહી….’’ આમ બોલી ચાલુ વરસાદમાં પરી તો પેલા દિવ્ય પુરુષ તરફ ચાલવા લાગી. તે તો નિર્ભયપણે ધીમી ધીમી ચાલતી રહી. બધા જ મૂંગા મોં એ ચિંતાભર્યા વદને ચાલી જતી પરી તરફ બસ જાતા રહ્યા. (ક્રમશઃ)