નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ  વડોદરાની મુલાકાત દરમિયાન રાજ્યની દીકરીઓની સુરક્ષા અને લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દા પર કડક અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “નામ બદલીને દીકરીઓને ફસાવનારાઓને ભાજપ સરકાર છોડશે નહીં”. આ નિવેદન રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને વિકાસ પ્રકલ્પોના લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન તેઓ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા. મંદિરના આશીર્વાદ લીધા બાદ તેમણે શહેર અને આસપાસના વિસ્તારો માટે લગભગ ૨૦૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. આ પ્રકલ્પોમાં માળખાગત સુવિધાઓ, રસ્તા, પાણી પુરવઠા અને અન્ય જાહેર કામોનો સમાવેશ થાય છે, જેનાથી વડોદરાના નાગરિકોને લાંબા ગાળાનો લાભ મળશે.

કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ રાજ્યની દીકરીઓની સુરક્ષા અને લવ જેહાદના આરોપોને લઈને આકરા પાણીએ નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે  ખોટી ઓળખ (જેમ કે સલીમને સુરેશ બનાવીને) રચીને ભોળી-ભાલી દીકરીઓને ફસાવનારા તત્વો સામે સરકાર કોઈપણ સ્થિતિમાં નરમાઈ દાખવશે નહીં. દીકરીઓને ફસાવનારને સરકાર ક્્યારેય છોડશે નહીં અને કડક કાનૂની કાર્યવાહી કરશે. યુવતીઓ અને તેમના પરિવારોને સાવધાન રહેવાની અપીલ કરી. દીકરીઓ સામે આંખ ઉઠાવી શકે તેવી કોઈપણ હિંમત કરનાર સામે સખત કાર્યવાહી થશે.

“દીકરીઓની ટીકા કરવાને બદલે રાણી લક્ષ્મીબાઈ બનાવો” દીકરીઓને મજબૂત, સ્વાવલંબી અને સશક્ત બનાવવા પર ભાર મૂક્યો. તેમને માત્ર રક્ષણ આપવું નહીં, પરંતુ તેમને સ્વમાન અને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે.હર્ષ સંઘવી સ્પષ્ટ કર્યું કે સરકાર સાચા પ્રેમને વિરોધી નથી, પરંતુ ષડયંત્ર, ખોટી ઓળખ અને ફસાવવાના પ્રયાસો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે. આવા કેસમાં પોલીસ તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરે છે.

આ નિવેદન ગુજરાત સરકારની દીકરીઓની સુરક્ષા અને સનાતન ધર્મની મર્યાદાઓના રક્ષણ માટેની નીતિ સાથે સુસંગત છે. રાજ્યમાં અગાઉ પણ આવા કેટલાક કિસ્સાઓમાં સરકારે કડક પગલાં લીધા છે, જેમાં હોટલોમાં ચેકિંગ, તપાસ અને કાનૂની કાર્યવાહીનો સમાવેશ થાય છે. તાજેતરમાં મેળવેલા મતે સરકાર વિવાહ નોંધણીમાં પણ વધુ પારદર્શિતા લાવવા માટે ફેરફારોની દિશામાં આગળ વધી રહી છે.