ધોરાજીના વણકરવાસ ખાતે ભાદરવી અગિયારસના પાવન પર્વ નિમિત્તે રામદેવપીરની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. બપોરે ચાર વાગ્યે જૂના મંદિરેથી શરૂ થયેલી શોભાયાત્રા બ્રાહ્મણ શેરી, નસીબ ચોક, ત્રણબત્તી ચોક અને ખીજડા ચોક સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. શહેર ઉપરાંત આસપાસના ગામો અને દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રાત્રે આઠ વાગ્યે મંદિર ખાતે યાત્રાનું સમાપન થયું હતું.







































