ધારી પંથકના એક જાણીતા ગામમાં પ્રેમ સંબંધમાં પરિણીતાએ ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે પરિણીતાએ જાહેર કર્યા મુજબ, તેને તેમના ગામના અશ્વિનભાઇ ભરતભાઇ ચારોલીયા સાથે પાંચ છ મહિનાથી પ્રેમ સંબંધ હતો. બંને અવાર-નવાર મળતા હતા અને તેના પતિ તથા સગા-વ્હાલા ઘરે હાજર હોય ત્યારે તેને મળવા માટે જઇ શકતી નહોતી. પ્રેમી તેને તું મળવા નહી આવે તો હું દવા પી જઇશ તેમ કહેતો હતો. જેથી દસેક દિવસ પહેલા તેઓ તેના પ્રેમીએ મળવા માટે ગયા હતા. પ્રેમી જંગલમાં લઇ ગયો હતો અને ખિસ્સામાંથી નાની બોટલ કાઢી આ બોટલમાં દવા છે તેમ કહી પ્રેમીએ દવા પી લીધી હતી. જેથી તેને બીક લાગતા તેણે પણ બોટલમાંથી પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. ધારી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એચ.એસ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.