અમરેલી જિલ્લામાં દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકોમાં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના દરેક તાલુકા મથકોએ મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે બગસરા, ખાંભા અને ધારી પંથકમાં પણ મોદી પરિવાર સભા યોજાઈ હતી. ધારી તાલુકામાં મોદી પરિવાર સભા યોજાયા બાદ ધારાસભ્ય જે.વી.કાકડીયાના વતન એવા ચલાલા શહેરમાં પણ મોદી પરિવાર સભા ધારાસભ્ય જે.વી.કાકડીયાની હાજરીમાં યોજાઈ હતી. આ તકે શરદભાઈ પંડયા, ચલાલા શહેર ભાજપના હોદ્દેદારો, ધારીના હોદ્દેદારો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.