બગસરામાં સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેકટ્રોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઇમ્પલીમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત બગસરા તાલુકામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા ૦૬ એપ્રિલના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા બગસરા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ અંતર્ગત બગસરા તાલુકા મામલતદાર દ્વારા ચૂંટણી વિષયક માર્ગદર્શન આપ્યું હતું અને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. ઉપરાંત મતદાન જાગૃતિ અંગે સિગ્નેચર કેમ્પેઈન તેમજ પ્રથમ વખત મતદાન કરવાના છે તેવા નવા યુવા મતદારોએ મતદાન માટેના શપથ લીધા હતા.
મતદાનના મહત્વ લઈને જાગૃતિ વધે તે માટે ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું.