રૂમ પાસે આવતા, રૂમના બારણા પાસે હળવેંકથી બા ઊભા રહ્યા અને રૂમની અંદરનું એ દ્રશ્ય જાઇને બા…ની આંખો ફાટી રહી ગઇ. ખુરશીમાં બેઠા બેઠા લાંબા પગ કરી, માથા પાછળ પોતાના બન્ને હાથ રાખી, માથું થોડું ઊંચુ રાખી, બંન્ને આંખો બંધ કરી… દામો તો જાણે કે સાચે જ મીઠી ઊંઘમાં મહાલતો હોય તેમ લાગતું હતું.
“દામા, એય દામા…” બાથી રહેવાયું નહીં એટલે દીકરાને સાદ પાડયો.
કોઇ અનેરી તંદ્રામાં ખોવાયેલો દામો… બાના અવાજ સાથે એકદમ ચમક્યો. હડફ કરતા પોતાના પગ સીધા કરી, માથા પર રાખેલા હાથ નીચા કરી, ખુરશી પર વ્યવસ્થિત રીતે ગોઠવાઇ જઇ બોલ્યો: “અરે બા… તમે, શું છે..?”
“બેટા, તારી તબિયત તો સારી છે ને ?”
“તબિયતને કંઇ નથી થયું બા મને તો સારૂં જ છે. માથું ભારે થઇ જવાથી હું તો આ રીતે આરામ કરતો હતો..” દામાએ જવાબ આપ્યો.
“સારૂં…, પણ હવે તો તું વ્યવસ્થિત ખાટલા પર લાંબો થઇ જા. થોડો આરામ કરી લે. હું થોડીવાર માટે રળિયાત મા પાસે જાઉ છું હમણા જ પાછી આવી જઇશ…”
“નિરાંતે આવજા બા, જમવાની મારે ઉતાવળ નથી…” દામાએ કહ્યું.
બા… આટલું કહી ડેલી બહાર ચાલ્યાં ગયાં.
બા ગયા એ સાથે જ…
દામો ખુરશી પરથી ઊભો થયો. તેના હોઠ મલકયા. પછી ધીમે રહીને રૂમની બહાર ઓસરીમાં આવ્યો હવે…આખા મકાનમાં પોતાના સિવાય બીજું કોઇ જ હાજર ન હતું.
દામો ખુશ હતો એટલે તો તેના શ્વાસ વધવા લાગ્યા હતા. પછી ખૂબ ખૂબ ખુશ થઇને ચાલીને જ્યોતિના રૂમમાં દાખલ થયો. આજે, અત્યારે તો તેને આ રૂમ ખૂબ જ ગમ્યો. કારણ કે જ્યોતિ આ જ રૂમમાં ચાર દિવસ રહી હતી એટલે અંદર આવતાની સાથે તે પલગમાં ચતો-પાટ આડો પડયો. થોડીવાર સુધી આમ – તેમ તે આળોટતો રહ્યો. ઓશિકા અને તકિયાને પોતાની બથમાં ભરી લઇ અનેરા બળથી ખૂબ ખૂબ દબાવ્યાં એટલે વળી તેના શ્વાસ ઉગ્ર રીતે ચાલવા લાગ્યા. ત્યાં તો આવું કરવાથી કોઇ વિચિત્ર પ્રકારનો ઉંહકારો તેના મોઢામાંથી બહાર નીકળ્યો એ સાથે જ તેણે તેના મોઢામાંથી હાશ… એવો અવાજ બહાર કાઢયો.
વળી તે પલંગ પરથી બેઠો થયો. ચાલીને બાથરૂમ તરફ ગયો. બાથરૂમનું બારણું ખોલી તે અંદર પ્રવેશ્યો પ્રવેશતાની સાથે જ સુંગધી સાબુની સુગંધ તેના નાકમાં ઘૂસી ગઇ. ઇદવાલથી દિવાલ સાથે જાડાયેલ સ્ટીલના પાઇપમાં જ્યોતિનો નાઇટ ગાઉન લટકતો તેની નજરે ચડયો. અનાયાસે એ ગાઉનને પહેલા તો માત્ર અડકયો જ, અડકતાની સાથે તો તેના આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. એ રોમાંચિત થઇ ગયો.
પછી તો તેના બન્ને હાથના પંજામાં એ પારદર્શક ગાઉન ભીડાયો અને તેના નાક સુધી પહોચી ગયો. પછી તો ઊંડા ઊંડા શ્વાસ શ્વસી લઇ તેણે તેની આંખો બંધ કરી લીધી. એ ગાઉનની તીવ્ર ગંધ તેના ફેફસા સુધી પહોંચી એ સાથે જ એક કોરો કોરો ઉચ્છવાસ તેના મોઢામાંથી બહાર નીકળ્યો ત્યાં તો તેના હોઠ ફફડયા: જ્યોતિ…જ્યોતિ…જ્યોતિ…!
આટલું થયા પછી તેના શરીરે પ્રસ્વેદના ઝીણાં ઝીણાં બુંદ ઝબકવા લાગ્યા, શ્વાસ તો બેધડક ચાલતા જ હતા. આવું થતાં ઝડપથી બાથરૂમમાંથી તે બહાર નીકળ્યો રૂમમાં આવતા તેને થોડી શાંતિ થઇ. આદમકદના અરિસા સામે ઘડીભર તે સ્થિર ઊભો રહ્યો. જાયું તો પોતાની જ આંખો સામે નકલી આંખો બનીને જાણે અરિસો તેને સાચે જ છેતરી રહ્યો હતો.
માણસનું પ્રતિબિંબ પણ કયારેક માણસને છેતરી જાય છે. આવું કેમ ? પેલા આયનાએ દામલને પ્રશ્ન કર્યો પરંતુ દામલ ચૂપ રહ્યો. તેને પોતાને જ ખબર ન હતી કે, અત્યારે આ બધું શું થઇ રહ્યું છે. પરંતુ એટલી તો તેને ખબર પડી ગઇ હતી કે, આવી પરિÂસ્થતિમાં અરિસા સામે હવે વધારે સમય ઊભું રહેવું સારૂં નહીં કદાચ ગાંડા થઇ જવાય એટલે તો ત્વરાથી તે અરિસા સામેથી દૂર થયો ને રૂમમાંથી બહાર નીકળી તે હિંડોળા તરફ ચાલવા લાગ્યો.
હિંડોળા પર બેસતા વેત તેણે ખિસ્સામાંથી તમાકુની ડબ્બી બહાર કાઢી. તમાકુને હથેળીમાં ચોળતાં ચોળતાં તે ફરી ઊંડા વિચારોમાં તલ્લીન થઇ ગયો. બરાબર આ સમયે જ બા..ડેલીમાં દાખલ થયાં.
હિંડોળા પર બેઠેલા દામલને જાઇ બાને નવ-નિરાંત થઇ. તેને થયું કે…દામલને હવે સારૂં થઇ ગયું લાગે છે. એટલે નજીક આવતાની સાથે બા બોલ્યા પણ ખરા ઃ “ભાખરી બનાવતા વાર નહીં લાગે, થોડીવારમાં જ બની જશે. ખાઇ લે પછી તારે બહાર જવું હોય તો જજે…” બા આટલું કહી રસોડામાં ચાલ્યાં ગયાં.
દામલ તો હિંડોળાખાટ પર ફંગોળા ખાવા લાગ્યો હતો. કોણ જાણે કેમ આજે તેને તેની નજર સામે માત્ર ને માત્ર જયોતિ જ આવીને ઊભી રહી જતી… શું કરવું…?
વિશ્વ આખામાં સ્ત્રી માટે પુરૂષનું સર્જન થયું છે ને પુરૂષ માટે સ્ત્રીનું સર્જન થયું છે. સ્ત્રી અને પુરૂષ વગરનું જીવન અધૂરૂં ગણાય છે. એકલપંડે પુરૂષને જીવન જીવવું અતિ મુશ્કેલ અને ખૂબ જ અઘરૂં લાગે છે તે જ રીત સ્ત્રીને પણ એકલું જીવન જીવવું હોય તો અનેક પ્રકારની વ્યથા અને થોકબંધ મુશ્કેલીઓનો સામનો વારંવાર કરવો જ પડે છે. આમ આવું ઘણું ઘણું વિચારતો વિચારશીલ એવો દામો થોડાં દુઃખમાં સાચે જ જાણે સપડાયો હોય તેવો અનુભવ કરવા લાગ્યો. ત્યાં તો બાનો અવાજ તેના કાનમાં અથડાયો: “હવે અંદર આવી જા, ગરમ ગરમ ભાખરી તૈયાર છે…”
દામાની વિચારશૃંખલા ભાંગી પડી. તે હિંડોળા પરથી ઊભો થયો ને હાથ ધોઇ રસોડામાં દાખલ થયો. ભાખરી અને દૂધ તેણે પેટ ભરીને ખાધું. પછી હાથ ધોઇને રસોડામાંથી બહાર નીકળ્યો. સીધો જ તે હિંડોળાખાટ પર બેસી હીંચકા ખાવા લાગ્યો. બેઠા બેઠા તમાકુ પણ હોઠમાં દબાવી. થોડીવાર પછી રસોડામાંથી બહર નીકળતા બાએ પૂછયું ઃ “તારે આંટો મારવા બહાર નથી જવું ?”
“ના, આજે આંટો મારવાનો જરા પણ મૂડ નથી. મારે આજે વહેલું ઊંઘી જવું છે અને બા… એક વાત પૂછું ? ” દામાએ વાત કરતા પૂછયું.
“પૂછને…, એમાં થોડી રજા લેવાની હોય…” બાએ હસીને કહ્યું.
“આજે હું મારા રૂમમાં નહીં પણ જ્યોતિના રૂમમાં જ ઊંઘી જઇશ. જુઓ, પહેલેથી હું આ રૂમમાં જ ઊંઘતો આવ્યો છું. અલબત જ્યોતિનો રૂમ મારા માટે જ તો હતો. એટલે ઇચ્છા થઇ આવી કે એ ન આવે ત્યાં સુધી હું તેના રૂમમાં જ રહીશ…” (ક્રમશઃ)