‘‘આજે મૂડ નથી…!’’ વ્યસ્ત દંપતી મોટાભાગે એકબીજાને આવું કહેતા હોય છે. ઘર-ઓફિસની ભાગદોડ, સમયની કમી અને કેટલાય પ્રકારના આર્થિક બોજ તેમની પર્સનલ લાઈફને બુરી રીતે અસર કરે છે. ચિંતા કે દબાણથી સંપૂર્ણપણે મુક્ત થવું મુશ્કેલ છે, પરંતુ આ બધાની વચ્ચે તમારા અંતરંગ સંબંધને ગુમાવવો એ પણ સમજદારી નથી જ…!
તણાવ કે દબાણની અસર જીવનના દરેક પાસાં પર પડે છે. જાહેર છે, સેક્સ લાઈફ પણ એમાંથી બાકાત નથી રહેતી. આજના સમયમાં દરેક વ્યક્તિ બહેતર કરિયર અને અંગત જીવનસ્તરની ચાહનામાં ખોવાઈ રહી છે. પરિવાર અને અંગત સંબંધો માટે સમય જ નથી મળતો. ચાહે એ સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત બની જાય છે. જવાબદારી નિભાવવામાં ને નિભાવવામાં જ જિંદગીના અમૂલ્ય દિવસો નીકળી જાય છે. જ્યારે તેનું ભાન થાય છે ત્યારે તો સમય ઘણો આગળ નીકળી જાય છે. પછી ન તો શરીર સાથ આપે છે કે ન તો શક્તિ. પરિણામે પાછળથી એવું જ્ઞાન થાય છે કે સમયને જો પોતાની અનુકૂળતા અને જરૂરિયાત મુજબ જીવ્યા હોત તો કેવું સારું થાત, પણ હવે શું? આ પ્રશ્ન દરેક દંપતીને મૂંઝવતો પ્રશ્ન છે. એક્સપટ્‌ર્સનું માનવું છે કે, તેમની પાસે આવનારા લોકોમાંથી ૭૦ થી ૭૫ ટકા લોકો કોઈને કોઈ તણાવ સામે ઝઝૂમી રહ્યા હોય છે. આ તણાવ એમને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે
આભાર – નિહારીકા રવિયા કમજોર કરી શકે છે.
તણાવની સાઈડ ઈફેક્ટ્‌સ: એક્સપર્ટનું કહેવું છે કે,
સેક્સ સંબંધ સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે. પરંતુ કેટલીકવાર તણાવ એટલો હાવી બની જાય છે કે બેડરૂમની ભીતર સુધી ચાલ્યો જાય છે. તણાવ કે દબાણ સેક્સ સંબંધોને આ રીતે અસર કરે છે
(૧) તણાવ આત્મવિશ્વાસને ઘટાડે છે, જે આખી વિચાર પ્રક્રિયાને બદલી નાખે છે.
(ર) આજકાલ લોકો ફિટનેસની ચિંતા કરે છે. થોડોક પણ ફેટ તેમને શરમ મહેસૂસ કરાવે છે. હેલ્ધી વેટ વ્યક્તિને આકર્ષક બનાવે છે. પરંતુ દૂબળા હોવાનું ઓબ્સેસન હોર્મોનલ સ્તરને પલટાવી નાખે છે, જેથી લિબિડોમાં કમી આવવા લાગે છે.
(૩) શોધ અનુસાર, તણાવગ્રસ્ત વ્યક્તિ સંબંધ કે પાર્ટનર પ્રત્યે નકારાત્મક ભાવનાઓથી ભરાઈ જાય છે. કેટલીકવાર તો એ સમજી પણ નથી શકતા કે આવું તણાવને કારણે થઈ રહ્યું છે.
(૪) તણાવની સ્થિતિમાં સ્ટેરોયડ હોર્મોન કાર્ટિસોલનો સ્ત્રાવ અધિક થવા લાગે છે, જે સેક્સ હોર્મોનને દબાવવા લાગે છે, એનાથી લિબિડોમાં કમી આવે છે. કાર્ટિસોલ ઓઈલ પ્રોડક્શન વધારી દે છે, જેથી એક્ને, પિંપલ્સ જેવી પરેશાનીઓ થવા લાગે છે. યુરોપિયન સોસાયટી ફોર હ્યુમન રીપ્રોડક્શન એન્ડ એમ્બ્રયોલોજી, પ્રાગમાં થયેલા એક અધ્યયનમાં જણાવાયું હતું કે, કાર્ટિસોલ સ્તર વધવાનો અર્થ છે કન્સીવ કરવામાં અવરોધ, વ્યસ્ત અને નોકરી કરતી મહિલાઓમાં એની શક્યતાઓ અધિક રહે છે.
(પ) જ્યારે વ્યક્તિ પરિવાર અને પાર્ટનરને સમય નથી આપી શકતી કે પછી દંપતી વચ્ચે સંવાદહીનતાની સ્થિતિ પેદા થાય છે તો સંબંધમાં સમસ્યાઓ પેદા થવા લાગે છે. અગર એક સાથી સેક્સક્રિયામાં રસ ન દર્શાવે તો બીજો પણ સેક્સ પ્રત્યે વિમુખ થવા લાગે છે.
(૬) કેટલાક લોકો તણાવમાંથી ઉગરવા માટે આલ્કોહોલ, એન્ટીડિપ્રેસન્ટ્‌સ અને લગ્નેતર સંબંધોનો સહારો લેવા માંડે છે. આલ્કોહોલથી પણ લિબિડોમાં કમી આવવા લાગે છે.
સેક્સ સંબંધોને નજરો નહીં
એવાં કંઈ કેટલાય અધ્યયન થયા છે, જે દર્શાવે છે કે પડકારભરી સ્થિતિઓ, દુઃખ, તણાવ કે આઘાતની સ્થિતિમાં એક સારો સેક્સ સંબંધ બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે. સેક્સક્રિયા દબાણ અને નકારાત્મક વિચારોથી મુક્તિ અપાવે છે. એક સારી સેક્સક્રિયા બીજા દિવસના મૂડને પણ બહેતર બનાવી રાખે છે. પાર્ટનરનો પોઝિટિવ ફિઝિકલ ટચ સ્ત્રીને તણાવની સ્થિતિમાં પણ રાહત અપાવે છે. આ જ રીતે ઓર્ગેઝમથી શરીર અને મન બંનેને રાહત મળે છે, એનાથી એ બધાં હોર્મોન્સનો સ્ત્રાવ થવા લાગે છે જે ફીલ ગુડ કરાવે છે. અધ્યયનમાં જણાયું છે કે સેક્સ્યુઅલ મસાજથી તન અને મન બંને પ્રસન્નતા અનુભવે છે. ભાવનાત્મક સ્વાસ્થ્યમાં સ્પર્શની ભૂમિકાને નજર અંદાજ કરી શકાય નહીં. સેક્સ્યુઅલ એક્ટિવિટીથી એન્ડોર્ફિન્સનો સ્ત્રાવ વધે છે, જે ફીલ ગુડ હોર્મોન છે.
આમ થશે તણાવ ઓછો
તણાવની સ્થિતિમાં ખાણી-પીણી, વ્યાયામ અને રિલેક્સેશન ટેકનિક્સ ઉપરાંત દવાઓની પણ મદદ લેવી પડી શકે છે. ધ્યાન, નિયમિત વ્યાયામ અને પારિવારિક બોન્ડિંગ વિપરીત સ્થિતિમાં રાહત પ્રદાન કરવામાં મદદગાર બને છે. એક્સપર્ટ માને છે કે, તણાવથી બચવા માટે કેટલાક લોકો લગ્નેતર સંબંધ બાંધે છે. આવા ભાવનાત્મક કે શારીરિક સંબંધોની પરિસ્થિતિ અંતેતો બુરી જ નીવડે છે. જો જીવનમાંથી તણાવને ઘટાડવા ઈચ્છતા હોવ અને આપની સેક્સ લાઈફને બહેતર બનાવવા માગતા હોવ તો નીચેના ઉપાય કારગર નીવડી શકે છેઃ
પૌષ્ટિક આહારઃ શરીરમાં જે ભોજન જાય છે, એ ક્યાક તો ઉર્જા પ્રદાન કરે છે કે પછી સુસ્તી કે ભારેપણું આપે છે. “અન્ન એવો ઓડકાર”, ફળો, શાકભાજી ઉપરાંત પ્રોટીન, કેલ્શિયમ અને આખા ધાનથી ભરપૂર ડાયેટ ઉર્જાવાન બનાવી રાખે છે.
વ્યાયામઃ કેટલીકવાર શરીર એટલો થાક અને દુખાવો મહેસૂસ કરે છે કે વ્યાયામ કરવો પણ મુશ્કેલ જણાય છે. સચ્ચાઈ એ છે કે ૧૫-૨૦ મિનિટ ધ્યાન, યોગ કે હળવી એક્સરસાઈઝ પણ આખો દિવસ ચુસ્ત બનાવી રાખે છે. એનાથી શરીરમાં સકારાત્મક હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે અને શરીર સારું મહેસૂસ કરે છે.
સારી ઊંઘઃ સારી અને ગાઢ નિદ્રા પણ કેટલીય પરેશાનીઓથી બચાવે છે. એટલા માટે કોશિશ કરો કે નિદ્રા પૂરી લેવાય.
કામનું દબાણઃ દરેક કામને ગંભીરતા અને જવાબદારીથી કરવું એક ગુણ છે. પરંતુ કામ અને પર્સનલ લાઈફમાં સંતુલન પણ જરૂરી છે. અંગત જીવન સારું નહીં હોય તો તેની અસર પ્રોફેશનલ જીવન પર પણ પડશે. આપની પ્રાથમિકતા નક્કી કરી, મહત્વપૂર્ણ કાર્યને પહેલાં પૂરાં કરવાની અને બિનજરૂરી કાર્યોમાં વધુ સમય ન આપવાથી દબાણ ઘટે છે અને કામની ગુણવત્તા વધે છે.
મદદ લોઃ ઘર-ઓફિસનું દરેક કામ જાતે જ કરી લેવાથી એવોર્ડ નથી મળતો, પરંતુ આપની જવાબદારી વહેંચી લેવાથી તણાવ ઘટે છે અને સંતોષ મળી શકે છે.
મૂડ બૂસ્ટર ટેકનિકઃ દરેક વ્યક્તિને પોતાનો કોઈ શોખ હોય છે. કોઈને વાંચનથી શાંતિ મળે છે તો કોઈને મ્યુઝિકથી. થોડો સમય તમારા શોખને સંતોષવામાં ફાળવો.
ઓપન રહોઃ મનમાં તણાવ, ગુસ્સો કે ચિંતા હોય તો કંઈક ક્રિએટિવ કામ કરો. જો કોઈ  સમસ્યા પરેશાન કરી રહી હોય તો તેના નિવારણની દિશામાં પહેલ કરો. કેટલીક સમસ્યા વાતચીતથી પણ નિવારી શકાય છે.