ફરી કોઈકે બોંબથી એરપોર્ટ્‌સને ઉડાવી મૂકવાની ધમકી આપી છે. દેશમાં સોમવારે જયપુર, નાગપુર, ગોવા સહિતના ઘણા એરપોર્ટ્‌સને બોંબથી ઉડાવી મૂકવાનો ઈમેલ આવતાં હડકંપ મચ્યો હતો. સોમવારે સવારે નાગપુર એરપોર્ટ ડાયરેક્ટર આબિદ રુઈના ઈમેલ પર આવો ધમકીભર્યો ઈમેઈલ આવ્યો હતો. ત્યાર બાદ એરપોર્ટ્‌સની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામા આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા નાગપુર પોલીસને ફરીયાદ કરવામાં આવતાં તપાસ શરુ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલાં એટલે ૨૭ એપ્રિલે પણ રાજસ્થાનના જયપુરમાં આવેલા એરપોર્ટને ઉડાવી મૂકવાની ધમકી મળી હતી.