(૧) જમાઈને દશમો ગ્રહ શા માટે ગણવામાં આવે છે?.
યોગેશભાઈ આર જોશી (હાલોલઃજિ.પંચમહાલ)
એ વાત જૂની થઈ ગઈ. હવે કોઈ જમાઈને દસમો ગ્રહ કહેશે તો એ ગુસ્સામાં બદનક્ષીનો દાવો ફટકારશે!
(૨) ધાર્યું ધણીનું થાય એ વાત સાચી હશે?
રમાબેન પટેલ (અમદાવાદ)
લે, તમે વળી ક્યારે ધણી ધારી લીધો?!
(૩)ગરમી..! ગરમી..!
નીરવ ડણાંક (અમરેલી)
તમે આવું બોલો છો એટલે ગરમીને એમ લાગે છે કે મને બોલાવે છે.
(૪) એવી કઈ વસ્તુ છે જે હળવી હોય એટલે એનો ભાર લાગે છે?
ઉન્નતિ.મહેતા (રાજકોટ)
પૈસાનું પાકીટ.
(૫) કબજિયાતનો કોઈ અકસીર ઈલાજ?
રામભાઈ પટેલ (સુરત)
જંગલમાં જઈને કોઈ સિંહની દ્રષ્ટિ તમારા પર ન પડે ત્યાં સુધી ઉભુ રહેવાનું!
(૬) શાળામાં તમે ખુરશી પર બેઠાંબેઠાં ઝોકાં ક્યારેય ખાધાં છે કે નહી?
ડાહ્યાભાઈ આદ્રોજા(લીલિયા મોટા)
ના અમે ઉભાઉભા ઊંઘવાની તાલીમ લીધી છે!
(૭) શ્રીફળ વધેરતી વખતે એમાં ચોટલી કેમ રાખવામાં આવે છે?
શંભુ ખાંટ ‘અનિકેત’ (પાટ્યો-અરવલ્લી)
ટોપરું ખોરું નીકળ્યું લાગે છે!
(૮)આ વખતે ૈંઁન્ માં બહુ જામતું નથી. શું કરવું જોઇએ ?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
જમાવવા માટે બુકીઓને જમાડવા પડે!
(૯) લગ્નમાં વરરાજાને તલવાર શું કામ આપે છે ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
ચાલુ વિધિએ મોબાઈલ ઘુમડયા ન કરે એ માટે.
(૧૦) ફેવીક્વીકથી બધુ જ ચોટે તો એનું ઢાંકણું કેમ નથી ચોંટતું ?
મહેન્દ્ર મકવાણા (કરજણ)
તમારે ચોંટાડીને શું કરવું છે?!
(૧૧) ઇલોન મસ્કે માણસના મગજમાં માઇક્રોચિપ બેસાડવાનો પ્રયોગ કર્યો અને સફળ પણ થયા તો હવે માણસ મશીન બની જશે કે મશીન માણસ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ચિપ પહેરે ત્યારે મશીન અને કાઢી નાખે એટલે માણસ!
(૧૨) ગંગાજીમાં ન્હાવાથી શું ધોવાય?
કનુ બાપુ (ભંડારિયા)
ઘરે પાણીની બચત.
(૧૩) સુખી થવાની ચાવી બતાવો.
જય દવે (ભાવનગર)
ચાવીને ખાવ.
(૧૪) બળદને ચશ્મા આવે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
બળદિયો બોલે તો ખબર પડે.
(૧૫) જે ચીજો પ્રત્યે મન સૌથી વધુ લલચાયા કરે એ વસ્તુની જ ડોક્ટર ના પાડે, કાનૂનન પ્રતિબંધિત હોય કે કોઈ બીજાને જ પરણી ગઈ હોય છે ! શું કરવું ?
કનુભાઈ પરમાર (દામનગર)
હશે ભાઈ, હવે જીવ બાળો મા!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..