સિંધી સમાજ પોતાનું નવું વર્ષ ચૈત્ર સુદ બીજના પવિત્ર દિવસે મનાવે છે. જેમાં કોડીનાર લાડી લોહાણા સિંધી સમાજ દ્વારા ભવ્ય આયોજનના ભાગ રૂપે ગ્રીનરીની થીમ પર મંદિર ડેકોરેશન કરી સમાજમાં એક મેસેજ આપ્યો હતો કે વધતા તાપમાન નિવારણ માટે વૃક્ષો કેટલા જરૂરી છે.
ઉપરાંત પોતાના ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાનના મહિમા વિષય પર નાના બાળકો માટે એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. દીકરીઓએ સિંધી ભાષાનો મહિમા વધે તે માટે સ્પેશિયલ સિંધી ડાન્સ કરી સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા.