મતગણતરી શરૂ થાય તે પહેલાં જ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં હિંસા અટકાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના ભાગ રૂપે, ચૂંટણી પછીની હિંસાના ઇતિહાસવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે પંચે રાજ્યભરમાં આશરે ૭૦,૦૦૦ કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કર્યા છે. કેન્દ્રીય સુરક્ષા દળોએ રાજકીય હરીફોને નિશાન બનાવવાના કોઈપણ પ્રયાસો સામે કડક કાર્યવાહી પણ શરૂ કરી છે.
ગત બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન તત્કાલીન ડીજીપીએ એનએચઆરસી તપાસ સમિતિને સુપરત કરેલા અહેવાલ મુજબ, હત્યા, જાતીય હુમલો, આગચંપી અને ગંભીર શારીરિક નુકસાનની ૧૯૩૪ ઘટનાઓ બની હતી. ચૂંટણી પંચે પરિસ્થિતિ પર નજર રાખવા માટે ૪ મેના રોજ ચૂંટણી પંચના મુખ્યાલય, નિર્વાચન સદન અને બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં કંટ્રોલ રૂમ સ્થાપવાનો નિર્દેશ આપ્યો છે.
૨૦૨૧ના એનએચઆરસી તપાસ અહેવાલ મુજબ, મત ગણતરી પછીના મહિનાઓમાં રાજકીય જાડાણો પર આધારિત સંગઠિત અને ઇરાદાપૂર્વકની હિંસા ઘણી જગ્યાએ થઈ હતી. ચૂંટણી પછીની હિંસાની અંદાજે ૧૯૩૪ ઘટનાઓ બની હતી. આમાં હત્યાના ૨૯ કેસ,ઉત્પીડનના ૧૨ કેસ,ગંભીર ઇજાઓના ૩૯૧ કેસ,આગ લગાવવા/તોડફોડના ૯૪૦ કેસ,ધાકધમકી આપવાના ૫૬૨ કેસ
જાકે ૯,૩૦૪ લોકો પર આરોપ મૂકવામાં આવ્યા હતા, પરંતુ ફક્ત ૧,૩૪૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.એનએચઆરસી તપાસમાં જાણવા મળ્યું કે ૬૦ ટકા ફરિયાદોમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી ન હતી.
સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં દાખલ કરાયેલી આઇપીએલમાં બંગાળમાં કાયદો અને વ્યવસ્થા તંત્રના કાર્ય પર દેખરેખ રાખવા માટે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરીય દેખરેખ સમિતિની રચના કરવાની વિનંતી કરવામાં આવી હતી. તેમાં વધુમાં માંગ કરવામાં આવી હતી કે રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી સહિત જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવે.










































