(૧)અગર તુમ મિલ જાઓ જમાના છોડ દેંગે હમ. ક્યાં જશે એ લોકો ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
મળશે જ નહી એટલે ક્યાંય જશે જ નહીં.
(૨)મને તમે સપનામાં આવ્યા હતા. બોલો?
દર્શન પટેલ (વડોદરા)
સપનામાં આવ્યે શું થાય? ‘અપના’માં આવું ત્યારે કહેજો.
(૩) આ વર્ષે વરસાદે ભારે કરી. હવે?
રમાબેન પટેલ (અમદાવાદ)
હવે ઠંડી ભારે કરશે જોજો.
(૪)દાંત વગરના માણસો દાંત કેમ કાઢી શકતા હશે?
રામભાઈ પટેલ (સુરત)
‘નાક વિનાના’ માણસો શ્વાસ લઈ શકે છે એમ.
(૫)મેં હાથ ઉપર તંબુરો ચિતરાવ્યો છે. હવે શું કરવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
વગાડવો હોય ત્યારે હાથ ખંજવાળજો.
(૬)ઢાંકણીમાં ડૂબી મરાતું નથી, છતાં લોકો એવું શા માટે બોલે છે?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ જિ.પંચમહાલ)
એટલે જ બોલે છે.
(૭)એવું ક્યું ઝાડ છે કે જેમાં એકપણ પાન નથી આવતું?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ સાજણટીંબા (કેનેડા)
પેલા ઇ ક્યો કે એવું કયું પાન છે જેને કોઈ ઝાડ નથી હોતું?!
(૮)સાહેબ..! એવી કઈ ચીજ છે કે જે તૂટી ગયા પછી કામ આવે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
સપનું.. ! સપનું તૂટી ગયા પછી યાદ કરવાના કામમાં આવે છે.
(૯)એવી કઈ જગ્યા છે કે જ્યાં ઘણાબધા લોકો હોવા છતાં પોતે એકલા જ છે એવું લાગે છે?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
બીજી ભાષા બોલતા હોય એ પ્રદેશ.
(૧૦)આ શિયાળામાં તમે અડદિયા બનાવવાના છો કે નહીં ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ના આ વખતે અડદિયા પોતે જ બની જાશે.
(૧૧)આ વખતે શિયાળામાં ઠંડી કેવી પડશે?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
અમારે તો હજી ગયા વખતની ઠંડી પડવાની પણ બાકી છે!
(૧૨) ઠંડી લાગે છે પણ દેખાતી કેમ નથી ?
કટારિયા અમિત હિંમતભાઇ (કીડી)
ગરમી પણ પડે છે તોય વાગે છે ક્યાં?.
(૧૩)અત્યારની ગોરી રાધાઓ કાળા કાનને કેમ ગમાડતી નથી? કનુભાઈ પરમાર (દામનગર)
હશે.. હવે આવો અફસોસ કરી ને શું ફાયદો?!
(૧૪)શિયાળો છે ઉનાળો છે કે ચોમાસું? કાઈ સમજાતું નથી.
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
નવી ઋતુ નીકળી છે.. શિઉચો !
(૧૫)ભગવાને માણસ અને વાંદરાને એકસરખી બુદ્ધિ આપી હોત તો?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
તો વાંદરાઓ પણ પીએચ.ડી. કરત અને ડો. વાંદરાભાઈ ગુલાંટવાળા એવું કહેવું પડત.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..











































