પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ સરકાર વધતી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ઈમરાન ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે સરકાર સામે શ્વેતપત્ર બહાર પાડવાનો નિર્ણય લીધો છે. આ શ્વેતપત્ર તાજેતરના પેટાચૂંટણીના ગોટાળા, ભ્રષ્ટાચાર, દેશમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, તાજેતરના કાનૂની ગેરરીતિઓ અને પાકિસ્તાનમાં આર્થિક મંદીમાં સરકારની કથિત ભૂમિકાને પુરાવા સાથે ઉજાગર કરશે.પાર્ટીના વરિષ્ઠ નેતા અસદ કૈસરે જણાવ્યું હતું કે શ્વેતપત્ર આવતા મહિને બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે, કારણ કે વિવિધ ટીમો તેના પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે તમામ પુરાવા એકઠા કરવા માટે કામ ચાલુ છે. તેમણે આરોપ લગાવ્યો કે પેટાચૂંટણીઓમાં, ખાસ કરીને હરિપુરમાં, તાજેતરમાં થયેલી ગોટાળાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વર્તમાન સરકાર નિષ્ફળ ગઈ છે અને અલોકપ્રિય બની ગઈ છે.કૈસરે કહ્યું, “શ્વેતપત્રમાં આર્થિક પરિસ્થિતિતિ, ભ્રષ્ટાચાર, ચૂંટણીમાં ગોટાળા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને વધુ સહિતના તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. વધુમાં, અમે વર્તમાન સરકારના પ્રદર્શનની તુલના પીટીઆઈના કાર્યકાળ સાથે કરીશું.” તેમણે કહ્યું કે પીટીઆઈના સેક્રેટરી જનરલ સલમાન અકરમ રાજાની આગેવાની હેઠળની કાનૂની ટીમ શ્વેતપત્ર હેઠળ કાયદા, ચૂંટણીમાં ગોટાળા અને સરકાર દ્વારા પસાર કરાયેલા કાયદા સંબંધિત મુદ્દાઓની તપાસ કરશે. તેમણે કહ્યું, “એ વાત સાચી છે કે વર્તમાન સરકારે અનેક બિલો પસાર કર્યા છે અને કાયદાઓ ઘડ્યા છે, પરંતુ જાહેર સમસ્યાઓના નિરાકરણ માટે એક પણ કાયદો ઘડવામાં આવ્યો નથી.”આર્થિક મંદી અને ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા શ્વેતપત્રના વિભાગ અંગે, કૈસરે કહ્યું કે તૈમૂર ખાન ઝાગરા, મુહમ્મદ ઝુબૈર અને મુઅમીલ અસલમ સહિત અન્ય પક્ષના નેતાઓ તેના પર કામ કરશે. તેમણે કહ્યું, “તે જ રીતે, અન્ય ટીમો વિવિધ મુદ્દાઓ પર કામ કરશે અને અંતે, બધાને એક શ્વેતપત્રમાં એકસાથે લાવવામાં આવશે. શ્વેતપત્ર આવતા મહિને બહાર પાડવામાં આવશે.”પીટીઆઈના મહાસચિવ સલમાન અકરમ રાજાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ચૂંટણી પંચ ખાતે સુનાવણી દરમિયાન, અલી બુખારીએ માંગ કરી હતી કે પાર્ટીના તમામ સભ્યો સાથે સમાન વર્તન કરવામાં આવે. તેમણે કહ્યું કે પંજાબ પ્રાંતના નેતાઓ ખૈબર પખ્તુનખ્વાનો પ્રવાસ કરીને નિવેદનો આપ્યા હતા, પરંતુ ઇસીપીએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો નથી.તેમણે કહ્યું, “હરિપુરમાં પ્રિસાઇડિંગ ઓફિસર ખૈબર પખ્તુનખ્વા સરકારના કર્મચારી હતા, પરંતુ રિટ‹નગ ઓફિસર ઈસીપીના હતા. તેમના ઓફિસ સ્ટાફ ફેડરલ સરકારના હતા, તેથી તેમણે દબાણ છતાં ફોર્મ ૪૫ જારી કર્યું.” તેમણે એમ પણ કહ્યું કે ઇમરાન ખાનની મુક્તિ માટે આંદોલન ચાલુ રહેશે.