અમરેલી અને કુંકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ માટે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના સતત પ્રયાસો સફળ રહ્યા છે. તેમના દ્વારા કરવામાં આવેલી રજૂઆતના પગલે રાજ્ય સરકારે ૩૫ કરોડ ૫૫ લાખ રૂપિયાના ખર્ચે ૧૨ ગામોના અંદાજે ૪૬ કિલોમીટરના રસ્તાઓના રિસર્ફેસીંગના કામોને મંજૂરી આપી છે. આ યોજનામાં અમરેલી તાલુકાના ૧૦ ગામો અને કુંકાવાવ તાલુકાના ૨ ગામોનો સમાવેશ થાય છે. જે રસ્તાઓ મંજૂર થયા છે તેમાં નાના આંકડિયા-સાંગાડેરી રોડ, જીથુડી-રાંઢીયા રોડ, વરસડા-નાનામાચિયાળા રોડ, વરસડા-કેરિયા-નાગસ રોડ, જાળીયા એપ્રોચ રોડ, સરંભડા-શીલાણા રોડ, દેવરાજીયા-તરકતળાવ રોડ, જાળીયા-કમીગઢ રોડ, ચાડિયા-મેડી રોડ, ચક્કરગઢ એપ્રોચ રોડ, દેવગામ-માયાપાદર રોડ અને બાંટવા-દેવળી-બરવાળા-બાવળ રોડનો સમાવેશ થાય છે. આ મંજૂરીથી ગ્રામ્ય વિસ્તારોના લોકોની સુખાકારીમાં વધારો થશે. આ કામો મંજૂર કરવા બદલ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો છે.