દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વ નિમિત્તે રાજકોટના કાગવડ સ્થિત વિશ્વપ્રસિધ્ધ ખોડલધામ મંદિર ખાતે ભવ્ય લાઈટિંગ શણગાર કરવામાં આવ્યો છે. નિજ મંદિર, શિખર, પ્રવેશદ્વાર, માર્ગો અને બગીચાઓ એલ.ઈ.ડી. તેમજ મલ્ટી-કલર રોશનીથી ઝગમગી ઊઠ્યા છે. પરિસરમાં વિશાળ રંગોળીઓ સજાવાશે અને મા ખોડલને રોજ વિશિષ્ટ શણગાર ધરાવાશે. તહેવારોમાં દર્શનાર્થીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા સુરક્ષા, પાણી અને ૪ વિશાળ ર્પાકિંગ સહિત સુચારું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ૩૦૦ થી વધુ સ્વયંસેવકો સેવા આપશે. મંદિર પરિસર સવારે ૫ઃ૩૦ વાગ્યે ખૂલશે અને દર્શન સવારે ૬ઃ૦૦ થી રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે, જ્યારે સમગ્ર કેમ્પસ રાત્રે ૯ઃ૩૦ કલાકે બંધ થશે. માતાજીની આરતી સવારે ૭ઃ૦૦ અને સાંજે ૭ઃ૦૦ કલાકે થશે. ટ્રસ્ટે શ્રધ્ધાળુઓને શુભકામનાઓ પાઠવી છે.




































