કોડીનાર તાલુકાના છારા ગામની માધ્યમિક શાળાની મંજૂરી રદ કરી તેને નગડલા ગામે ફાળવવામાં આવતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. આ નિર્ણયના વિરોધમાં ગ્રામજનોએ એકત્ર થઈને કોડીનાર મામલતદાર કચેરી ખાતે શિક્ષણમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છારા ગામને ૦૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ શાળાની મંજૂરી મળી હતી, જે ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ અચાનક રદ કરાઈ હતી. છારા ગામમાં પછાત વર્ગની મોટી વસ્તી હોય, બાળકોએ માધ્યમિક શિક્ષણ માટે અન્ય ગામે જવું પડશે. જેથી બાળકોના ભવિષ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે.ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું કે તેમને નગડલા ગામ સામે કોઈ વિરોધ નથી, પરંતુ આ નિર્ણય
પાછળના કારણોની નિષ્પક્ષ તપાસ કરી છારા ગામની માધ્યમિક શાળાની મંજૂરી પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી છે.







































