વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવા સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલાએ સ્થાનિક બજારને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ કરી હતી. તેમણે સાવરકુંડલા શહેરની વિવિધ સ્થાનિક દુકાનોની મુલાકાત લઈ નાના વેપારીઓ પાસેથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અનિરુધ્ધસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા સહિત ટીમ સાવરકુંડલાના સભ્યો પણ જોડાયા હતા. આ પહેલના માધ્યમથી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનો અને નાગરિકોમાં સ્થાનિક બજારમાંથી ખરીદી કરવાની ભાવના કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય મહેશ કસવાલાએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન તેમજ રોજિંદી ખરીદીમાં સ્થાનિક વેપારીઓને પ્રાથમિકતા આપવી જોઈએ. સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરવાથી નાના વેપારીઓના વ્યવસાયને વેગ મળશે અને અનેક પરિવારોની આજીવિકા મજબૂત બનશે. સ્થાનિક વેપારીઓને સહયોગ આપવો એ શહેરના
આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદારી છે.






































