રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના શાસન હેઠળ, તુર્કીમાં પાકિસ્તાનનો ભારત વિરોધી પ્રચાર સક્રિય રીતે પોષાઈ રહ્યો છે. આ એજન્ડાના ભાગ રૂપે, ઓક્ટોબરના અંતમાં ઇસ્તંબુલમાં કાશ્મીર પર એક કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું, જેમાં ભારત પર કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, આ કાર્યક્રમ ટીકાનો પણ સામનો કરી રહ્યો છે. ખાસ કરીને કારણ કે કાશ્મીરની દાયકાઓ જૂની છબીઓનો ઉપયોગ ભારત વિરોધી એજન્ડા સ્થાપિત કરવા માટે કરવામાં આવ્યો હતો.
૩૦ ઓક્ટોબરના રોજ તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તંબુલમાં કાશ્મીર પરિષદ યોજાઈ હતી. કાર્યકરો અને રાજદ્વારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે કાશ્મીરમાં ભારતના માનવાધિકાર મુદ્દાઓને યોગ્ય ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. પરિષદ દરમિયાન, સહભાગીઓએ ભારત પર અટકાયત, ઘરો અને મસ્જિદો પર કાર્યવાહી અને ઇન્ટરનેટ બંધ કરવાનો આરોપ લગાવ્યો હતો.
એક વક્તાએ કહ્યું કે પેલેસ્ટાઇનથી વિપરીત, કાશ્મીરના લોકો પીડિતોને જાણે છે પણ આક્રમણકારોને નહીં. તેમણે ધ્યાન દોર્યું કે વિશ્વ કાશ્મીર માટે ભારતની એટલી નિંદા કરતું નથી જેટલી પેલેસ્ટાઇન માટે ઇઝરાયલ કરે છે.
બીજા વક્તાએ કહ્યું કે આંતરરાષ્ટÙીય યુવાનો કાશ્મીરની પરિસ્થિતિથી ઓછા વાકેફ છે, જ્યારે ભારતીય ફિલ્મ ઉદ્યોગ, બોલીવુડ, તેનાથી વધુ વાકેફ છે. તેમણે ભારત પર કાશ્મીરમાં રાજકીય નેતાઓની ધરપકડ કરવાનો, પાસપોર્ટ અને મુસાફરી દસ્તાવેજા પર પ્રતિબંધ લાદવાનો અને હિલચાલની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવાનો આરોપ લગાવ્યો.
એક નિષ્ણાતે ઇસ્તંબુલમાં એક પરિષદને નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે તે પાકિસ્તાનની નિષ્ફળતા દર્શાવે છે. પત્રકાર રાજા મુનીબે એકસ પર લખ્યું, “દશકા જૂની છબીઓનો ઉપયોગ કરીને મૃત કથાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવો એ પાકિસ્તાન અને તેના પ્યાદાઓની લાક્ષણિકતા છે.” તેમણે આગળ લખ્યું, “વાસ્તવમાં, આજે કાશ્મીરીઓ જે અશાંતિ અને જુલમનો સામનો કરી રહ્યા છે તે કાશ્મીરમાં થઈ રહ્યું છે, જે પાકિસ્તાનના ક્રૂર કબજા હેઠળ છે.”











































