અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા NALSAની ASHA યોજના અંતર્ગત બાળલગ્ન નાબૂદી માટે જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં આર.કે. ગોસ્વામી દ્વારા બાળલગ્ન કાયદાકીય ગુનો હોવા અંગે તેમજ બાળકોના અધિકારોના રક્ષણ અંગે માર્ગદર્શન અપાયું હતું. જરૂરિયાતમંદ બાળકોને મફત કાનૂની સહાય અને પુનર્વસન અંગે માહિતી આપી હેલ્પલાઇન ૧૫૧૦૦ અને ૧૦૯૮નો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી.