રાજુલાના માંડળ ગામનો વિદ્યાર્થી સ્કોલરશિપનું ફોર્મ ભરવું છે કહીને નીકળ્યા બાદ ગુમ થયો હતો. આ અંગે કરશનભાઈ જીણાભાઈ હડીયા (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમનો સગીર  પુત્ર સ્કોલરશિપનું ફોર્મ ભરવું છે તેમ કહી ડુંગર ગામે બસ સ્ટેશન પાસે સ્કૂલ બસમાંથી ઉતરી ગયો હતો અને અત્યાર સુધી ઘરે આવ્યો નથી. ડુંગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એસ. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.