જાફરાબાદ તાલુકામાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવવાની ગંભીર ઘટના સામે આવી છે. સગીરાના પરિવારે બે દિવસ પહેલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી અલ્પેશ વાઘેલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. મળતી માહિતી મુજબ, તાલુકાના એક ગામની વાડી વિસ્તારમાં આરોપીએ સગીરા સાથે વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. સગીરા ગર્ભવતી બનતા તેનો ગર્ભપાત કરાવ્યાનો આરોપ છે. ઉપરાંત, આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.