રાજુલાના વોરાવાડના રહેવાસી અજીજભાઇ સિરાજભાઇ મલ્લીક સોનાના બંગાળી કારીગર છે. તેઓ રાજુલાના વેપારીઓને મજુરીથી સોના ચાંદીના દાગીના બનાવી આપવાનું કામ કરે છે. રાજુલાના એક વેપારીએ તેમને સોનાની બે બુટ્ટી બનાવવાનો ઓર્ડર આપેલ. આ બુટી તૈયાર થઇ જતાં તેઓ વેપારીને ડીલીવરી કરવાં માટે તેમની દુકાને જતા હતા ત્યારે તેમના ખિસ્સામાંથી બુટી ભરેલ નાનુ બોકસ કયાંક પડી ગયેલ હતું. તેમણે શોધવાનો પ્રયાસ કર્યો પણ તે ન મળતાં તેઓએ રાજુલા પોલીસને જાણ કરેલ. આથી રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન રાજુલા પો. સ્ટે.ના પો. ઇન્સ વી.એમ.કોલાદરાની સુચનાથી ટીમે બનાવ સમયના ઝ્રઝ્ર્ફ ચેક કર્યા હતા અને રાજુલા ટાઉન વિસ્તારમાં જઇ પુછપુરછ કરી હતી. આ દરમિયાન એક અજાણી ભિક્ષુક મહીલા પડી ગયેલ દાગીના નીચે નમીને લેતી જણાઇ આવેલ. જેથી તે અંગે પુછપુરછ કરતાં જણાઇ આવેલ કે, તે ભિક્ષુક મહીલા રાજુલા વિસ્તારમાં રહેતી નથી અને રાજુલામાં પહેલીવાર આવેલ છે. જેથી હ્યુમન સ્ત્રોત ઉભા કરીને તેને રાજુલા ગ્રામ્ય વિસ્તારમાંથી શોધીને પુછપુરછ કરતાં જણાવેલ કે, તેને એક બુટી ભરેલ નાનુ બોકસ મળેલ છે પરંતુ તેને આ બુટી સાચી છે કે ખોટી તેની ખબર નથી પરંતુ તેને બોકસ રસ્તામાં પડેલ મળેલ હોવાથી પોતાની પાસે રાખેલ હોવાનું જણાવેલ. જેથી બોકસમાં રહેલ સોનાની બુટી અજીજભાઇની હોવાની ખરાઇ કરીને તેમને પરત સોંપેલ હતી.







































