લાઠી પંથકમાં વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં અજાણ્યા ગઠિયાઓએ ફરિયાદીના પોસ્ટ બેંક એકાઉન્ટમાંથી જાણ બહાર નાણાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.
ખોડીદાસ દેવજીભાઇ પરમાર (ઉં.વ.૨૬)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સંમતિ વગર તેમના પોસ્ટ બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ ઓનલાઇન વ્યવહારો મારફતે કુલ રૂ. ૧૨,૫૦૨ ની રકમ કપાવી લીધી હતી. આ કપાત થયેલી રકમ પૈકી રૂ. ૯,૬૭૪ એક્સિસ બેંકના રેઝરપે પેમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પેમેન્ટ એગ્રીગેટર એસ્ક્રો એકાઉન્ટમાં મેળવી લેવામાં આવ્યા હતા. ખાતાધારક તેમજ આ બેંક ખાતાનો દુરુપયોગ કરનાર અને કરાવનાર અજાણ્યા શખ્સો સામે સાયબર ફ્રોડ તથા છેતરપિંડી અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. લાઠી પોલીસ સ્ટેશનના એસઆઈ એમ.બી.ઔસુરા વધુ તપાસ કરી રહ્યા છે.






































