લાઠી તાલુકાના દહિંથરા ગામે નવા પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામમાં આધુનિક અને સુવિધાસભર પંચાયત ભવનની લાંબા સમયથી જરૂરિયાત હતી. નવા ભવનના નિર્માણથી ગ્રામ પંચાયતની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે તેમજ ગ્રામજનોને સરકારી યોજનાઓ અને વિવિધ સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહેશે. વિકાસલક્ષી બેઠકો, આયોજન અને તાલીમ માટે પણ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થશે. પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગામડાંમાં સુશાસન અને આત્મનિર્ભરતા વધારવા માટે પાયાની સુવિધાઓ જરૂરી છે. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો, સરપંચ, કાર્યકરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.