વડિયા પોલીસે સનાળી ગામેથી મોટરસાયકલ ચોરીના કેસમાં પકડાયા બાદ જામીન મેળવી ૧ વર્ષથી કોર્ટમાં ગેરહાજર રહેતા આરોપી હિતેશ ઉર્ફે જીતેશ કાંતિ વાઘેલા સામે વડિયા કોર્ટે પકડ વોરંટ જાહેર કર્યું હતું.ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ડી-સ્ટાફના ભરતભાઈ મોરવાડીયા, હેડકોન્સ્ટેબલ નિકુંજભાઈ અને ડ્રાઈવર જીતેશગીરીની ટીમે રાજકોટના આટકોટ ખાતેથી આરોપીની ધરપકડ કરી વડિયા કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.







































