યુએસ સૈન્ય પશ્ચિમ એશિયામાં લાંબા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. યુએસ નેવી તેના જહાજા દ્વારા પશ્ચિમ એશિયામાં બળતણ, ખોરાક, શસ્ત્ર અને અન્ય આવશ્યક પુરવઠો મોકલી રહી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ માહિતી શેર કરવા માટે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે. કેટલાક ફોટામાં ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર યુએસએસ ડેલબર્ટ ડી. બ્લેક પર બળતણ, ખોરાક, શસ્ત્ર અને આવશ્યક પુરવઠો લોડ કરવામાં આવી રહ્યો છે તે બતાવવામાં આવ્યું છે.
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ છેલ્લા ૨૪ કલાકમાં ઇઝરાયલને ૬,૦૦૦ ટનથી વધુ દારૂગોળો અને શસ્ત્ર મોકલ્યા છે. આનાથી એવી આશંકા વધુ ઘેરી બની છે કે અમેરિકા ઈરાન સામે બીજું યુદ્ધ શરૂ કરી શકે છે. ઇઝરાયલી મીડિયા અનુસાર, બે કાર્ગો જહાજા અને ૬,૫૦૦ ટન દારૂગોળો, લશ્કરી ટ્રક, સંયુક્ત હળવા ટેકટીકલ વાહનો અને અન્ય શસ્ત્ર વહન કરતા ઘણા વિમાનો ઇઝરાયલમાં પહોંચ્યા છે. ઇરાન યુદ્ધ શરૂ થયા પછી, અમેરિકાએ ઇઝરાયલને ૧૧૫,૬૦૦ ટન દારૂગોળો અને શસ્ત્ર મોકલ્યા છે.
આ દરમિયાન, યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી અને તેમને ઈરાન સામે સંભવિત હુમલા માટેના વિકલ્પો વિશે માહિતી આપી. ફોક્સ ન્યૂઝ અનુસાર, એડમિરલ બ્રેડ કૂપરે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં ટ્રમ્પ સાથેની મુલાકાતમાં આ વિકલ્પો રજૂ કર્યા. એવું કહેવામાં આવ્યું હતું કે જા ટ્રમ્પ ફરીથી હુમલો કરવાનું નક્કી કરે છે, તો એક નાનો પણ ખૂબ જ શક્તિશાળી હુમલો કરી શકાય છે. અહેવાલ મુજબ, આ હુમલો ઈરાનના બાકી રહેલા લશ્કરી દળો, તેના નેતાઓ અને મહત્વપૂર્ણ માળખાને નિશાન બનાવશે.
અમેરિકન સૈન્ય આ વખતે ઈરાન પર વધુ ઘાતક હુમલાની તૈયારી કરી રહ્યું છે અને તેથી ડાર્ક ઇગલ હાઇપરસોનિક મિસાઇલો સહિત કેટલાક નવા અને અદ્યતન શસ્ત્રનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. અમેરિકન લશ્કરી તૈયારીઓની આ તસવીર એવા સમયે આવી છે જ્યારે યુએસ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે યુદ્ધવિરામની આડમાં ઈરાન, અગાઉના હુમલાઓ દરમિયાન છુપાયેલા અથવા દફનાવવામાં આવેલા શસ્ત્ર મેળવી રહ્યું છે.એનબીસી ન્યૂઝ અનુસાર, ઈરાની સરકારે યુએસ-ઇઝરાયલી હવાઈ હુમલા પછી ભૂગર્ભમાં અથવા કાટમાળમાં દફનાવવામાં આવેલા મિસાઇલો અને અન્ય શસ્ત્રને પુનઃપ્રાપ્ત કરવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે.
આ અહેવાલમાં, અમેરિકન અધિકારીઓને ટાંકીને, દલીલ કરવામાં આવી છે કે જા રાષ્ટ્રપતિ ટ્રમ્પ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવાનો નિર્ણય લે છે, તો ઈરાન તેની વધેલી ડ્રોન અને મિસાઈલ ક્ષમતાઓનો ઉપયોગ પશ્ચિમ એશિયાના અન્ય દેશો પર હુમલો કરવા માટે કરી શકે છે. ગુરુવારે રાત્રે ઈરાનની રાજધાની તેહરાનમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય થયાના અહેવાલો પણ હતા. ઈરાની મીડિયા આઉટલેટ્સ તસ્નીમ અને ફાર્સ અનુસાર, આ સિસ્ટમો નાના ડ્રોન અથવા જાસૂસી વિમાનોને તોડી પાડવા માટે સક્રિય કરવામાં આવી હતી. જા કે, તે સ્પષ્ટ નથી કે આ ફક્ત એક પ્રેÂક્ટસ હતી કે વાસ્તવિક ખતરાના પ્રતિભાવમાં.











































