ગુવાહાટી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. ખેરાએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની રિંકી ભુઈયાન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ, રિંકીની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, અને ખેરાને આ કેસમાં ધરપકડનો ભય છે. મંગળવારે ગુવાહાટી હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. ત્યારબાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. પવન ખેરાના વકીલે ગુવાહાટી હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે કોંગ્રેસ નેતા દેશ છોડીને ભાગી જવાનો કોઈ ખતરો નથી અને તેમની ધરપકડ કરવાની કોઈ જરૂર નથી. આ અરજી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની દ્વારા ખેરા વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી, જેમણે તેમના પર બહુવિધ પાસપોર્ટ રાખવાનો આરોપ લગાવ્યો હતો.
જસ્ટિસ પાર્થિવ જ્યોતિ સૈકિયાની સિંગલ બેન્ચે ત્રણ કલાકથી વધુ સમય સુધી બંને પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. વીડિયો કોન્ફરન્સ દ્વારા ખેરાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે કોંગ્રેસ નેતાના આરોપોના જવાબમાં મુખ્યમંત્રી શર્માની ટિપ્પણીઓ રાજકીય બદલો લેવા તરફ ઈશારો કરે છે, ખાસ કરીને રાજ્યની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં. સિંઘવીએ જણાવ્યું હતું કે અરજદાર દેશ છોડીને ભાગી જવાનો કોઈ ખતરો નથી અને તેમની ધરપકડ કરવાની કોઈ જરૂર નથી.
આસામના એડવોકેટ જનરલ દેવજીત લોન સૈકિયાએ ખેડાને કોઈ રાહત આપવાનો વિરોધ કરતા કહ્યું કે આ કોઈ સામાન્ય માનહાનિનો કેસ નથી, કારણ કે તેમાં દસ્તાવેજાની બનાવટી રચનાનો સમાવેશ થાય છે. સૈકિયાએ જણાવ્યું હતું કે મુખ્ય ગુનાઓમાં છેતરપિંડી અને બનાવટીનો સમાવેશ થાય છે. તેમણે દલીલ કરી હતી કે ખેડાને વચગાળાના રક્ષણનો હક નથી કારણ કે તેમણે “ભાગી જવાનો ભય” રજૂ કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તાએ સોમવારે ગુવાહાટી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં મુખ્યમંત્રીની પત્ની રિંકી ભૂયાન શર્મા દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં આગોતરા જામીનની વિનંતી કરવામાં આવી હતી.
પવન ખેડાએ આરોપ લગાવ્યો હતો કે રિંકી પાસે બહુવિધ પાસપોર્ટ છે અને વિદેશમાં અઘોષિત સંપત્તિ છે. આ પછી, રિંકીએ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ખેડા અને અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યા હતા. તેલંગાણા હાઈકોર્ટે અગાઉ ખેડાને સાત દિવસના ટ્રાÂન્ઝટ આગોતરા જામીન આપ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે આદેશ પર સ્ટે આપ્યો હતો.










































