‘ધુરંધર ૨’ એ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર તબાહી મચાવી હતી. તેના પાત્રોએ પણ નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું હતું તેમાંથી એક રાકેશ બેદી હતા, જેમણે ફિલ્મમાં જમીલ જમાલીની ભૂમિકા ભજવી હતી. તેમના અભિનય માટે તેમને વ્યાપક પ્રશંસા મળી હતી. હવે, આને ધ્યાનમાં રાખીને આ ફિલ્મના નિર્માતાઓએ રાકેશ બેદીને ૧ કરોડ રૂપિયાનું બોનસ આપવાનું નક્કી કર્યું છે.
અહેવાલો અનુસાર, નિર્માતાઓ રાકેશ બેદીના શાનદાર અભિનયથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમને આ વધારાની રકમ સન્માનના પ્રતીક તરીકે આપી રહ્યા છે. સૂત્રએ જણાવ્યું હતું કે, “નિર્માતાઓ તેમના કામ અને સમર્પણથી ખૂબ ખુશ છે. તેમણે આ પાત્રને યાદગાર બનાવવા માટે પોતાનું હૃદય અને આત્મા લગાવી દીધા. આ ખુશીને કારણે જ તેમને આ બોનસ આપવામાં આવ્યું છે.”
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાકેશ બેદીને શરૂઆતમાં ‘ધૂરંધર’ બંને ફિલ્મો માટે ૫૦ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જાકે, તાજેતરમાં, દિગ્દર્શક આદિત્ય ધાર અને નિર્માતાઓએ તેમને બોનસ તરીકે ૧ કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. ‘ધૂરંધર ૨’ ૧૯ માર્ચે રિલીઝ થઈ હતી. ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. તેણે અત્યાર સુધીમાં ભારતમાં ૧,૧૨૨.૪૯ કરોડ અને વિશ્વભરમાં ૧,૭૬૬.૦૬ કરોડની કમાણી કરી છે.