દેશના ૧૫ થી વધુ રાજ્યોમાં વરસાદી મોસમ ચાલુ રહી. દિલ્હીમાં છેલ્લા ૩૬ વર્ષમાં મે મહિનામાં સૌથી વધુ ઠંડુ હવામાન રહ્યું હતું. રાજસ્થાનના જાધપુર અને જેસલમેરમાં દાયકા દરમિયાન સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન હરિયાણા, ઓડિશા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ અને તટીય આંધ્રપ્રદેશમાં વરસાદ થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ, કેરળ અને છત્તીસગઢમાં પણ પાણી પડયા હતા. પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદ અને ઊંચા વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ હિમવર્ષા થઈ. રાજસ્થાનના જાધપુર અને જેસલમેરમાં દાયકા દરમિયાન સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું.આઇએમડી અનુસાર, વરસાદને કારણે હરિયાણા અને પંજાબના ઘણા ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
આગામી ૨૪ કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય, પંજાબ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વરસાદની શક્યતા છે. હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ધૂળની ડમરીઓ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટમાં એક કે બે જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે.
આ વખતે મે મહિનો દિલ્હીમાં છેલ્લા ૩૬ વર્ષમાં સૌથી ઠંડો રહ્યો હતો. આઇએમડીએે જણાવ્યું કે મે મહિનામાં અતિશય વરસાદને કારણે સરેરાશ મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી સેલ્સયસ નોંધાયું હતું. મે ૧૯૮૭માં દિલ્હીમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સયસ નોંધાયું હતું. દિલ્હીમાં મે મહિનામાં માત્ર ૯ દિવસમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સયસથી ઉપર નોંધાયું હતું અને શહેરના કેટલાક ભાગોમાં માત્ર ૨ દિવસમાં ગરમીની લહેર પ્રવર્તી હતી. ચોમાસા પહેલાના સમયગાળામાં કુલ ૧૮૪.૩ મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ કરતા ૧૮૬ ટકા વધુ છે.
બિહારમાં ૧૪ સ્થળોએ પારો ૪૦ ને વટાવી ગયોઃ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારમાં ગરમીનું મોજું ચાલુ છે. બુધવારે રાજ્યમાં ૧૪ સ્થળોએ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સયસ અથવા તેથી વધુ નોંધાયું હતું. પશ્ચિમ ચંપારણના વાલ્મકીનગરમાં દિવસ દરમિયાન મહત્તમ ૪૨.૪ ડિગ્રી સેલ્સયસ તાપમાન નોંધાયું હતું, જે તે રાજ્યનું સૌથી ગરમ સ્થળ બન્યું હતું.
શેખપુરા ૪૨.૨ ડિગ્રી સેલ્સયસ, ભોજપુર ૪૧.૯ ડિગ્રી સેલ્સયસ, પટના અને ઔરંગાબાદ ૪૧.૮ ડિગ્રી સેલ્સયસ, ભાગલપુર ૪૧.૭ ડિગ્રી
આભાર – નિહારીકા રવિયા સેલ્સયસ, ગયા ૪૧.૬ ડિગ્રી સેલ્સયસ, પૂર્ણિયા અને નાલંદા ૪૧.૫ ડિગ્રી સેલ્સયસ, નવાદા ૪૧ ડિગ્રી સેલ્સયસ, ૪૧ ડિગ્રી સેલ્સયસ’ રી અને સિવાનમાં ૪૧.૨ ડિગ્રી નોંધાયું હતું સેલ્સયસ, પૂર્વ ચંપારણ અને જમુઈ ૪૧ ડિગ્રી સેલ્સયસ, બાંકા ૪૦.૭ ડિગ્રી સેલ્સયસ, સમસ્તીપુર ૪૦.૩ ડિગ્રી સેલ્સયસ, દરભંગા અને કટિહાર ૪૦ ડિગ્રી સેલ્સયસ.
ભારે વરસાદને કારણે ભૂસ્ખલનઃ જમ્મુ અને કાશ્મીરના રામબન અને પૂંચ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને કાદવને કારણે બુધવારે જમ્મુ-શ્રીનગર રાષ્ટય ધોરીમાર્ગ અને મુગલ રોડને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. હાઈવેના વિવિધ ભાગોમાં ૨૦૦થી વધુ વાહનો ફસાઈ ગયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,હરિયાણા અને પંજાબના ઘણા ભાગોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. ચંદીગઢની સાથે હરિયાણાના પંચકુલા, ફતેહાબાદ, ભિવાની, કુરુક્ષેત્ર અને યમુનાનગરમાં પણ વરસાદ થયો હતો. પંજાબમાં અમૃતસર, લુધિયાણા, પટિયાલા, ભટિંડા, ગુરદાસપુર, રૂપનગર, હોશિયારપુર, જલંધર અને મોહાલીમાં વરસાદ થયો છે.