મહારાષ્ટ્ર ના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા સુનેત્રા પવાર આજે સતારા જિલ્લાના ફલટનમાં અજિત પવારના પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) વિદિપ જાધવના પરિવારને મળ્યા હતા. તેમના પરિવારમાં તેમના માતાપિતા, પત્ની અને બે નાના બાળકોનો સમાવેશ થાય છે. ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત પાંચ લોકોનું દુઃખદ મૃત્યુ થયું હતું. તેમની સાથે રહેલા પીએસઓ વિદિપ જાધવે પણ જીવ ગુમાવ્યો હતો.
વિદિપ જાધવનું ગામ ફલટણ નજીક તરડગાંવ છે. સુનેત્રા પવાર આજે તેમના નિવાસસ્થાને તેમના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરવા અને તેમને સાંત્વના પાઠવવા માટે ગયા હતા. તેમણે જાધવની પત્નીનો હાથ પકડીને આ મુશ્કેલ સમયમાં તેમને વિશ્વાસ અને ટેકો આપ્યો હતો. નોંધનીય છે કે ૩૧ જાન્યુઆરીએ સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
વિદિપ જાધવની પત્ની અને બાળકોના માથા પર સહાનુભૂતિપૂર્વક હાથ મૂકીને, સુનેત્રા પવારે તેમને ખાતરી આપી, “હું દરેક મુશ્કેલીમાં તમારી સાથે છું.” આ ભાવનાત્મક ક્ષણે દરેકની આંખોમાં આંસુ લાવી દીધા. પોતાની સત્તાવાર ફરજા બજાવતી વખતે પણ, નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે સહાનુભૂતિ અને સંવેદનશીલતા સાથે જાધવ પરિવારના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કર્યો.
વિદીપ જાધવ મુંબઈ પોલીસના ૨૦૦૯ બેચના કર્મચારી હતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંગત સુરક્ષા અધિકારી તરીકે સેવા આપતા હતા. વિદીપ જાધવ તેમના વિસ્તારમાં એક મૈત્રીપૂર્ણ અને નમ્ર વ્યકિત તરીકે જાણીતા હતા. પડોશીઓના મતે, વિદીપ દિલીપ જાધવ ખૂબ જ સરળ અને મૈત્રીપૂર્ણ વ્યકિત હતા. તેમના પાડોશી શ્રુતિ વાલેકરે જણાવ્યું હતું કે તેમણે ૨૮ જાન્યુઆરીના રોજ સવારે ૬ઃ૩૦ વાગ્યે વિદીપ જાધવને ઘરની બહાર નીકળતા જાયો હતો.
તેમણે કહ્યું કે તેઓ છેલ્લા ૨૭ વર્ષથી પાડોશી હતા, પરંતુ ક્યારેય ખ્યાલ નહોતો આવ્યો કે તે નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો બોડીગાર્ડ હતો. તેમના અચાનક જવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.









































